GSTV

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

શાળા અને કોલેજોમાં સૌથી અઘરો વિષય જો કોઈ માનવામાં આવતો હોય તો, તે ગણિત છે. જો કે, હકીકતમાં એવું નથી. જે લોકો ગણિતમાં રસ લે છે, તેમનાથી ગણિતના પ્રશ્ન સરળતાથી હલ થઈ જાય છે. વર્તમાન સમયમાં ટેકનોલોજી વધવાની સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ્સ પણ તેજીથી આગળ વધી રહ્યા છે. AI હવે ઘણ બધા કામ કરવા લાગ્યા છે, જેમ કે, ફોન પર તમને રિપલાઈ આપવો કે, એક કમાન્ડ પર તમારો ફોન કનેક્ટ કરી આપવો.

AI હવે તે બાળકોની પણ મદદ કરશે જેમને ગણતિના પ્રશ્નોથી ડર લાગે છે અને તેને હલ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આ મુશ્કેલીને સરળ બનાવવા માટે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટે AI આધારિત એક એપ્લીકેશન લોન્ચ કરી છે. જેનું નામ ‘માઈક્રોસોફ્ટ મેથ સોલ્વર’ (Microsoft Math Solver) રાખવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ એપ વિશે.

Microsoft Math Solver ના ફીચર્સ

માઈક્રોસોફ્ટે પોતાની આ એપ્લીકેશનને એન્ડ્રોઈડ અને આઈફોન બંને યુઝર્સ માટે જાહેર કરી દીધી છે. આ એપમાં AI નો સપોર્ટ છે, જે ઈન્ટરનેટ થકી જ કામ કરશે. આ એપમાં ગણિતના ઘણા બધા કોન્સેપ્ટ અને સૂત્રોને અપલોડ કરવામાં આવ્યા છે. આ એપમાં પ્રાથમિક અંક ગણિત અને ચતુર્ભુજ સમીકરણોને લઈ વિભાવનાઓની એક વિશાળ શ્રેણી આપવામાં આવી છે. માઈક્રોસોફ્ટ મેથ્સ સોલ્વર એપમાં ડ્રો કરીને પણ પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે.

તે સિવાય આ એપમાં સ્કેન અને ટાઈપિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ એપ્લીકેશનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રશ્નનો જવાબ સ્ટેપ બાય સ્ટેપ મળશે. મેથ્સ સોલ્વર એપમાં વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર પણ આપવામાં આવ્યું છે. સાથે જ તમે પ્રશ્નને કેવી રીતે હલ કરવો તેની રીત પણ શીખી શકશો.

22 ભાષાઓનો સપોર્ટ

માઈક્રોસોફ્ટે વિદ્યાર્થીઓની સરળતા માટે આ એપમાં 22 ભાષાઓનો સપોર્ટ આપવમાં આવ્યો છે. જેમાં હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી અને તમિલ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. સાથે જ સ્પેનિશ
રશિયન ભાષાઓનો પણ સમાવેશ થાય છે. યુઝર્સને આ એફમાં ટ્યુટોરિયલ અને વર્કશીટ પણ મળશે.

માઈક્રોસોફ્ટ મેથ્સ સોલ્પર એપ શું કામ કરશે

આ એપ તમામ પ્રશ્નોના જવાબ આપી શકે છે, જેમાં અંકગણિત, કંપ્લેક્સ નંબર,ઓછામાં ઓછા સામાન્ય સંપ્રદાયો, પરિબળો, પૂર્વ-બીજગણિત, મેટ્રિક્સ, બીજગણિત, સીમા અને ક્રમચય-સંયોજન જેવા વિષયોના પ્રશ્નો સામેલ હશે. આ એપ ગૂગલ પ્લે-સ્ટોર અને એપલના એપમાંથી પણ ફ્રી ડાઉનલોડ કરી શકાશે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!