GSTV
Gujarat Government Advertisement

જો Skype પર કરી રહ્યા છો પ્રાઈવેટ વાતો, તો મર્યા સમજો કર્મચારી કરશે આ કામ

Last Updated on August 10, 2019 by

થોડા દિવસ પહેલા એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ગૂગલ, એમેઝોન એલેક્સા અને એપલ સીરી યુઝર્સનો અવાજ સાંભળે છે. તો તેની પર મોટો હોબાળો થયો હતો. માઈક્રોસોફ્ટના કનેક્ટર્સ સ્કાઈપ પર થઈ રહેલી લોકોની ખાનગી વાતચીતને સાંભળે છે.

એક રિપોર્ટમાં સામે આવ્યું કે માઈક્રોસોફટે પણ એજ જવાબ આપ્યો જે એપલ, ગૂગલ અને એમેઝોને આપ્યો છે. માઈક્રોસોફ્ટે કહ્યું કે સ્કાઈપ પર થઈ રહેલી વાતચીતનું રેકોર્ડિંગ સારી અનુવાદ સેવા માટે કરવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે તે એની પોલિસી છે. જોકે એ વાત જાણવા મળી નથી કે માણસ લોકોની વાતચીત સાંભળે છે કે મશીન.

એક વેબસાઈટના રિપોર્ટે દાવો કર્યો છે કે પ્રેમી યુગલની વચ્ચે જે વાતચીત થાય છે તેને કંપની રેકોર્ડ કરે છે. ત્યારે આગળ દાવો કરવામાં આવ્યો છે કે કંપની લોકોની ખાનગી વાતો સાંભળી રહી છે. માઈક્રોસોફ્ટનું કહેવું છે કે તેના માટે યુઝર્સ પાસેથી પરવાનગી લેવામાં આવે છે.

કંપનીની પોલિસીમાં વોયસ ડેટા રેકોર્ડિંગ સામેલ છે. કંપનીના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર યુઝર્સને એ વાતની જાણકારી આપવામાં આવે છે તે તેના ડેટાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે. અહેવાલ છે કે પહેલા ગૂગલ, એમેઝોન અને એપલ જેવી કંપનીઓએ કહ્યું તે રિવ્યૂ માટે વોયસ રેકોર્ડિંગ પર પ્રતિબંધ લગાવી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

શું છે સિમ સ્વેપ? આ ફ્રોડ દ્વારા તમારું અકાઉન્ટ તરત થઇ જશે ખાલી, જાણો કેવી રીતે બચી શકાય

Zainul Ansari

કામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે વાંચો, ખૂબ જ સરળ છે આ રીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!