આ કંપનીએ લૉન્ચ કર્યા બે નવા પાવરફુલ બજેટ સ્માર્ટફોન્સ, Jio યુઝર્સને મળશે જબરદસ્ત ફાયદો

સ્વદેશી સ્માર્ટફોન મેકર માઇક્રોમેક્સે બે નવા સ્માર્ટફોન્સ લૉન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન્સમાં નૉચ છે અને તે ઇનફિનિટી સીરીઝના છે. કિંમતની વાત કરે તો Micromax Infinity N12ની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા છે જ્યારે
Micromax N11 ની કિંમત 8,999 રૂપિયા છે.

Infinity N12માં 6.2 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેમાં નૉચ છે. આ સ્માર્ટફોનમાં મીડિયા ટેક હિલિયો પી22 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમા 3જીબી રેમ છે. તેની ઇન્ટરનલ મેમરી 32જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારીને 160જીબી સુધી વધારી શકાય છે. કંપનીએ જણાવ્યું કે 45 દિવસની અંદર આ સ્માર્ટફોનમાં Android Pieનું અપડેટ આપવામાં આવશે.

આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે જેમાંથી એક 13 મેગાપિક્સલનો છે તો બીજો 5 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કંરનીએ જણાવ્યું કે તેમાં AI બેઝ્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. તેની બેટરી 4000mAhની ચે અને કંપનીનો દાવો છે કે તે એકવાર ચાર્જ કરીને 30 કલાકનું બેકઅપ આપે છે.

N11ના ફિચર્સની વાત કરીએ તો તેમાં 2જીબી રેમ સાથે 32જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોવ ખરીદવા પર ઑફર તરીકે જિયો યુઝર્સને કેશબેક અને 50જીબી સુધીનો ફ્રી ડેટા મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter