GSTV
Home » News » Video: આ ટેણિયાએ ધડાધડ ફટકાર્યા ખતરનાક શૉટ્સ, દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન

Video: આ ટેણિયાએ ધડાધડ ફટકાર્યા ખતરનાક શૉટ્સ, દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન

સોશિયલ મીડિયા પર દિવસમાં કેટલાંક વીડિયો વાયરલ થતાં હોય છે પરંતુ હાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો ધૂમ મચાવી રહ્યો છે તે એક ટેણિયાનો છે જેણે ક્રિકેટ જગતમાં ખલબલી મચાલી દીધી છે. હકીકતમાં આ નાનકડો ક્રિકેટર ચડ્ડી પહેરીને ક્રિકેટ રમતો નજરે આવી રહ્યો છે અને જે પ્રકારે તે ધડાધડ શૉટ ફટકારી રહ્યો છે તેને જોઇને દિગગ્જ ક્રિકેટર્સ મોઢામાં આંગળા નાંખી ગયાં છે.

આ ટેણિયો એટલા જોરદાર શૉટસ ફટકારી રહ્યો છે કે તેના વખાણ કરતાં ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર માઇકલ જ્હોન વૉન પણ પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેના શૉટની તુલના સચિન તેંડુલકર સાથે કરી રહ્યાં છે.

ટેણિયાના દમદાર શૉટ

ટેન્ટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળકે ટી-શર્ટ પહેરી છે. તેણે હાથમાં ગ્લવ્સ પહેરીને સાથે ક્રિકેટ બેટ પણ લીધું છે. જો કે આ ટેણિયાની ખાસિયત એ છે કે તેણે નીચે પેન્ટ કે જીન્સ નહી પરંતુ ફક્ત ડાયપર જ પહેર્યુ છે અને તેમાં જ તે ક્રિકેટ રમી રહ્યો છે.

ટેણિયાના ફેન થઇ ગયાં લોકો

આ ક્રિકેટર નાનો જરૂર છે પરંતુ તેના શૉટ્સ ઘણાં દમદાર છે. ટ્વિટર પર લોકોનું કહેવુ છે કે બાળક પાસે બેટિંગની જોરદાર ટેક્નિક છે. તે સ્ટ્રેટ ડાઇવ રમી રહ્યો છે. તે ફ્રન્ટ ફુટ પર આવીને શૉટ ફટકારી રહ્યો છે. તે બાદ તરત જ તે પછીના બોલ પર ફુલ ફેસ બેટિંગ કરી રહ્યો છે. આ વીડિયો ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર માઇકલ વૉને જોયો અને તે આ બાળકના ફેન થઇ ગયાં છે. તેમણે આ વીડિયો શેર કરતાં લખ્યુ, ‘શ્યોરલી હી હેઝ એન ઇંગ્લિશ કેટ ઓર ડૉગ’ તે બાદ તેમણે એક સ્માઇલી શેર કર્યુ છે.

જણાવી દઇએ કે આ વીડિયો ઘરની અંદરનો છે. તેમાં જોઇ શકાય છે કે બાળકને જેવી બોલીંગ કરાવવામાં આવી રહી છે, તે ઝડપથી બેટિંગ કરી રહ્યો છે અને દરેક બોલ પર લાંબા-લાંબા શૉટ્સ ફટકારી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી સામે આવી નથી.

Read Also

Related posts

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel

‘ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે’ : કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!