GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

અધધ… કિંમતમાં વેચાયા 35 વર્ષ જૂના આ જૂતા, જાણો કેમ છે આટલા મોંઘા

જૂતાના શોખીન તો લોકો હોય છે, પરંતુ કોઈ જા ના જૂતા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી દે, તે ચોંકાવનારી વાત હોઈ શકે છે.  અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ઓનલાઇન હરાજીમાં, સેકન્ડ હેન્ડની જોડી જૂતા 560,000 ડોલર (4.25 કરોડ રૂપિયા) માં વેચાયા છે. આટલી ઉંચી બોલી પર જૂતા ખરીદવાનું પણ પોતાનામાં રેકોર્ડ બની ગયો છે.

આ જૂતા વિશે શું ખાસ છે?

અમે જે જૂતાની વાત કરી રહ્યા છીએ તે અમેરિકાના સૌથી લોકપ્રિય બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડનના છે. માઇકલ જોર્ડને 1985ની રમતમાં આ જૂતા પહેર્યા હતા. 35 વર્ષ જૂનાં જૂતામાં માઈકલ જોર્ડનના સિગ્નેચર છે. હરાજી કરનારી વેબસાઇટ સોથેબેઝ (Sotheby’s)ના જણાવ્યા મુજબ આ જૂતા 560,000 ડોલર (રૂ. 4.25 કરોડ) માં ખરીદવામાં આવ્યા છે.

જૂતાની ઉંચી હરાજી પણ એક રેકોર્ડ

હરાજી કંપનીનો દાવો છે કે વિશ્વભરમાં આવા કોઈ જૂતાની કિંમત આટલી ઉંચી લગાવવામાં આવી નથી. 4.25 કરોડમાં શૂઝની હરાજી એ એક વિશ્વ રેકોર્ડ છે. છેલ્લી 25 મિનિટની હરાજીમાં જૂતાની કિંમત, 300,00 ડોલર (રૂ. 2.28 કરોડ) પર પહોંચી ગઈ હતી. પરંતુ સૌથી વધુ બોલી લગાવનારાએ એટલો ભાવ મૂક્યો કે કોઈ આ ભાવથી ઉપર જઈ શક્યુ નહીં.

બંને જૂતા અલગ સાઈઝનાં

જણાવી દઈએ કે, અમેરિકામાં બાસ્કેટબોલના ખેલાડી  માઇકલ જોર્ડન સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. માઈકલે 1985માં નાઈકી એર 1 (Nike Air 1) નામનાં આ લાલ અને સફેદ રંગનાં જૂતા પહેરીને રમત રમી હતી. ઉલ્લેખનીય છે કે જૂતા બનાવનારી કંપની નાઇકે આ સિરીઝનાં ફક્ત 12 જોડી જૂતા જ બનાવ્યાં હતાં. તેની વિશેષ બાબત એ છે કે એક જૂતુ 13 નંબરનું છે જ્યારે બીજુ જૂતુ 13.5 ઇંચનું છે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં વાપી એસટી વિભાગની આવકને લાગ્યું ગ્રહણ, માત્ર આટલી થાય છે રોજની આવક

Nilesh Jethva

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000 ને પાર, અત્યાર સુધીમાં 57 ના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!