GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભારત આવેલા માઇકલ જેક્સનના જાદુથી અભિભૂત હતા અનુપમ ખેર, હાથ મિલાવા બેરીકેડ તોડીને આ રીતે દોડી ગયા

એકટર અનુપમ ખેર સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય છે. તેઓ પોતાના જીવનની નાની મોટી તમામ વાતો ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં જ અનુપમ ખેરે એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટો પાછળની વાત પણ તેમણે લખી છે. આ ફોટોમાં અનુપમ ખેર વિશ્વવિખ્યાત પોપ સ્ટાર માઇકલ જેક્સન સાથે હાથ મિલાવી રહ્યા છે. અનુપમ ખેરે આ ફોટો સાથે લખ્યું છે કે 1996ના ફોટોની કહાની. 1996માં માઇકલ જેક્સન ભારત આવ્યા હતા અને ઓબેરોય હોટેલ ગાર્ડનમાં કેટલાક લોકોના ગ્રૂપ સાથે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હું પણ તે નસીબદારમાં સામેલ હતો. ભરતભાઈ શાહનો આભાર.  આ ગાર્ડનમાં ખાસ મહેમાનો માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં બેરિકેડ લાગેલી હતી. માઇકલ જેક્સન આવીને પોતાના બોડીગાર્ડ સાથે સ્ટેજ પર ઉભા રહી ગયા. મહેમાનો શાંત હતા. હું જાદૂગર (માઇકલ જેક્સન)ને જોઇ રહ્યો હતો. જેણે પોતાની વિજળીક પરફોર્મન્સથી સમગ્ર વિશ્વને સંમોહિત કરી દીધેલું હતું.

View this post on Instagram

Story of this picture!! When Michael Jackson visited India in 1996 a group of selected people were invited to meet him exclusively at Oberoi hotel gardens. I was also the lucky one. Thanks to Bharat Bhai Shah. There was a small stage set up in the garden with a barricade for the special guests. MJ walked down from his suite and stood on the improvised stage with his bodyguards. There was silence and sense of awe among the selected guests. I was looking at this magician who had enthralled and hypnotised the entire universe with his electrifying performances. He was just few feet away from me. I wanted to capture this moment. So I broke the barricade jumped on the stage and almost hugged MJ. The bodyguards rushed towards me and before they could pick me up bodily Bharat Bhai Shah in panic introduced me to Michael Jackson as the biggest actor in India. He immediately and politely bent down and shook a jubilant me’s hands. And my history was captured in this picture. Sometimes you have to make an effort to create Kucch Bhi Ho Sakta Hai moments. Jai Ho!! 😍😍😎🤓 Pic courtesy my friend @timmins.andre. #MichaelJackson #Overwhelming

A post shared by Anupam Kher (@anupampkher) on Jun 29, 2020 at 6:24pm PDT

ભારતના મોટા એક્ટર તરીકે ઓળખ મળતા જ માઈકલે સામેથી હાથ મિલાવ્યા

નજર સામે પસાર થનાર જાદુગરને મળવા હું ખૂબજ આતુર હતો. તે થોડા જ ડગલા દૂર હતા અને હું એ પળ ફોટોમાં કેદ કરવા માગતો હતો. હું બેરિકેડ તોડીને સ્ટેજ પર પહોંચ્યો અને માઇકલ જેક્સનને ગળે વળગાડી દીધો. બોડીગાર્ડ મારી તરફ દોડ્યા અને તેઓ મને માઇકલ જેક્સનથી અલગ કરે તે પહેલા તો ભરતભાઈએ માઇકલ જેક્સન સમક્ષ મારી ઓળખાણ કરાવી દીધી ભારતના સૌથી મોટા એક્ટર તરીકે. માઇકલે તરત જ વિનમ્રતાથી ઝૂકીને મારી સાથે હાથ મિલાવ્યા. અને આ ઐતિહાસિક ફોટો તૈયાર થઈ ગયો. કયારેક તમારે  પ્રયાસ કરવો પડે છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!