GSTV
Gujarat Government Advertisement

VIDEO: અહીં આકાશમાંથી થયો ઉંદરોનો વરસાદ, દ્રશ્યો જોઈ લોકોમાં ડરનો માહોલ, સરકાર પાસે કરી રહ્યા છે આવી માગ

Last Updated on May 14, 2021 by Pravin Makwana

ઓસ્ટ્રેલિયામાં આવેલા ઉંદરોના વરસાદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ખેતરમાં ગોદામ સાફ કરવામાં આવે છે, આ ગોદામમાં પંપથી મરેલા ઉંદરોને બહાર કાઢવાનું કામ થઈ રહ્યુ છે. ઉંદરોના વરસાદનો આ વીડિયો સોશયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે. કેટલાય લોકો આ વીડિયો જોઈને ડરી ગયા હતા.

હાલના દિવસોમાં ઈઝરાયલમાં પ્લેગના કેટલાય કેસ સામે આવ્યા છે. એક પત્રકારે ઉંદરોના આ વરસાદનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં મરેલા અને જીવતા ઉંદરોને ગોદામમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થિતી એવી થઈ કે, ફર્શ પર ઉંદરોના થર જામી ગયા હતા. આ દરમિયાન કેટલાય ઉંદરો ભાગવામાં પણ સફળ રહ્યા હતા. જ્યારે કેટલાય ઉંદરો મરેલા ઉંદરોની નીચે દટાઈ ગયા હતા.

સરકાર ઉંદરોને મારવા માટે કામ કરે

ટ્વિટર પર શેર કરેલા આ વીડિયોમાં અત્યાર સુધીમાં કેટલીય કમેન્ટ આવી ચુકી છે. ગોદામમાં અનાજ ભરેલુ હોવા છતાં પણ કેટલાય ઉંદરો અંદર ઘુસવાનો પ્રયાસ કરે છે. તેમના આ વીડિયો જોઈને લોકોમાં ડરનો માહલો વ્યાપી ગયો છે. એક યુઝર્સ લખે છે કે, મેં મારી જીંદગીમાં કુતરાના વરસાદ વિશે સાંભળ્યુ હતું પણ ક્યારેય ઉંદરોના વરસાદ વિશે નથી સાંભળ્યું.દેશમાં પ્લેગના ખતરાને જોતા ખેડૂતો માગ કરી રહ્યા છે કે, સરકારે ઉંદરોના નાશ માટે કામ કરે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો આશ લગાવીને બેઠા છે કે, સારો વરસાદ થતાં સારો એવો પાક લઈશું. પણ ઉંદરો તેમના સપના પર પાણી ફેરવી રહ્યા છે. ખેડૂતો હવે સરકાર પાસેથી આર્થિક મદદની માગ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Pravin Makwana

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

Damini Patel

ઈન્દિરા ગાંધી કાળની ઈમરજન્સીની અંતિમ નિશાનીને 46 વર્ષ બાદ મોદી-શાહે બનાવી દીધો ઈતિહાસ, બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!