GSTV
Home » News » આ ફેમસ પોર્ન સ્ટાર કરવા જઇ રહી છે લગ્ન, નોકરીની તલાશમાં આવી રીતે બની ગઇ એડલ્ટ સ્ટાર

આ ફેમસ પોર્ન સ્ટાર કરવા જઇ રહી છે લગ્ન, નોકરીની તલાશમાં આવી રીતે બની ગઇ એડલ્ટ સ્ટાર

મિયા ખલીફાએ આ વર્ષે માર્ચ મહિનામાં પોતાના બૉયફ્રેન્ડ રોબર્ટ સેંડબર્ગ સાથે સગાઇ કરી હતી. આ વાતની જાણકારી મિયાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ફેન્સને આપી હતી. હવે મિયાના લગ્નને લઇને ખબર સામે આવી રહી છે.

મિયાએ ટ્વિટ  કરીને પોતાના લગ્નની વાત કન્ફર્મ કરી છે. તેણે ટ્વિટ કર્યુ કે, રોબર્ટ અને મે અમારા જીવનનો એક મોટો નિર્ણય લીધો છે. અમે નક્કી કર્યુ છે કે આવનારા ગરમીના દિવસોમાં અમે લગ્ન કરીશુ. અમારા લગ્નમાં હવે ફક્ત 6 મહિનાનો સમય બાકી છે. આ મજેદાર હશે. પહેલાં અમે 2021માં લગ્ન કરવાના હતાં.

મિયાના આ બીજા લગ્ન હશે. અગાઉ તે 2011માં પોતાના હાઇ સ્કૂલ ફ્રેન્ડ સાથે લગ્ન કરી ચુકી છે. જો કે તેમના આ સંબંધનો અંત 5 વર્ષ બાદ આવ્યો. જણાવી દઇએ કે પોર્ન સ્ટાર બનતાં પહેલાં મિયા ખલીફા નવી ગ્રેજ્યુએટ થઇ હતી અને નોકરીની તલાશમાં હતી.

એક ઇન્ટરવ્યુમાં મિયાએ જણાવ્યું કે, એવું નથી કે કોઇએ મને પૂછ્યું કે, શું તમે પોર્ન બિઝનેસમાં આવવા માગો છો? પરંતુ મને કહેવામાં આવ્યું હતું કે, તુ ઘણી સુંદર છે, શું તુ મોડેલિંગ કરીશ? તારુ શરીર સુંદર છે.  તુ ન્યૂડ મોડેલિગમાં સારી લાગીશ. તે બાદ જ્યારે હું સ્ટુડિયોમાં ગઇ તો તે ખૂબ જ સુંદર હતો. સ્ટુડિયો ફ્લોરિડામાં હતો. જ્યારે હું પહેલીવાર ત્યાં ગઇ તો મે પોર્ન ફિલ્મ કરી ન હતી. મે બીજી વારમાં કરી હતી.

મિયાએ થોડા સમય માટે જ એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યુ. ઓછા સમયમાં જ તે ફેમસ પોર્ન સ્ટાર બની ગઇ હતી. પરંતુ મિયાના આ નિર્ણય પર તેના પરિવારે તેનો સાથ ન આપ્યો. મિયાએ જણાવ્યું કે જ્યારે મારા પરિવારને આ અંગે જાણ થઇ તો તેમણે મને તરછોડી દીધી.

મિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, એક વીડિયો બાદ મને જાનથી મારી નાંખવાની ધમકી મળવા લાગી. જો કે મિયાએ હાલ એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. પરંતુ ત્રણ વર્ષ પસાર થઇ જવા છતાં પણ મિયા આજે પણ પોતાનું જીવન ખુલીને નથી જીવી શકતી.

મિયાએ જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રી છોડ્યાના 3 વર્ષ બાદ પણ તેની કોઇ પર્સનલ લાઇફ નથી. તેણે કહ્યું કે, જ્યારે પણ હું પબ્લિકમાં જાઉ છું તો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ થાય છે કારણ કે જ્યારે પણ લોકોને નજર મારા પર પડે છે મને એવું લાગે છે કે લોકો મારા કપડાની અંદર સુધી જોઇ શકે છે.

Read Also

Related posts

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

શિયાળામાં કંઈ લઝીઝદાર ખાવાની ઈચ્છા થઈ છે, તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ ‘પનીર લબાબદાર’

Ankita Trada

હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!