કૃષિ કાયદાની વિરુદ્ધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સપોર્ટ કરીને પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા પણ વિવાદોમાં આવી ગઈ છે. ત્યારે હવે ફરી એક વાર અમેરિકન મોડલ અને પૂર્વ પોર્ન સ્ટારે ખેડૂતોના સમર્થનમાં વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ભારતીય વ્યંજનનો મજા લઈ રહી છે. છેલ્લા થોડાક દિવસની વાત કરીએ તો, પોતાના ટ્વીટને કારણે મિયા ખલીફા ખૂબ ચર્ચામાં આવેલી છે. તેને તો એવું પણ કહેવાયુ હતું કે, શું તે ખેતી વિશે કંઈ જાણે છે ખરી ? શું તે ભારતીય પકવાનો વિશે પણ જાણે છે ખરી ?
મિયા ખલીફાએ ટ્રોલર્સને જવાબ આપતા પોતાના ઈંસ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. પોતાના આ વીડિયોમાં મિયાએ ખેડૂતોનો ઉલ્લેખ કરતા ભારતીય વ્યંજનો વિશેની માહિતી પણ આપી છે. વીડિયોમાં મિયા જણાવે છે કે, ખૂબ સારૂ લાગે છે, જ્યારે તમે ખૂબ મહેનત કરો છો, અને તે મહેનતના બદલામાં તમને કંઈક મળે છે. જેમ કે, મેં આજે ખૂબ જ મજેદાર લજીજ ડિનર કમાઈ છું. આ માણસાઈના નાતે સોશિયલ મીડિયા પર ચલાવેલા કેમ્પેઈના કારણએ મને મળ્યુ છે. એટલુ જ નહીં મિયાએ ફરી એક વાર સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોનું સમર્થન કર્યુ છે. તેણે એ લોકોનો પણ આભાર માન્યો હતો, જેણે આ સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યુ હતું.
Thank you @rupikaur_ for this beautifully harvested feast, and thank you @theJagmeetSingh for the Gulab!!! I’m always worried I’ll get too full for dessert, so I eat it during a meal. You know what they say, one Gulab a day keeps the fascism away! #FarmersProtests pic.twitter.com/22DUz2IPFQ
— Mia K. (@miakhalifa) February 7, 2021
એક ગુલાબજાંબુ, મતલબ ફાસીવાદને દૂર ભગાવવો
મિયાએ પોતાના ઈંસ્ટા વીડિયોમાં શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, ધન્યવાદ, જગમીત સિંહ, ગુલાબજાંબૂ માટે. હું હંમેશા ચિંતિત રહુ છું, મિષ્ટાન માટે હંમેશા મારુ પેટ ભરાયેલુ રહે છે. એટલા માટે હું તેને ખાવાના સમયે જ ખાઈશ. આપને ખબર છે કે, તે શું કહે છે. એક ગુલાબ દરરોજ ફાસીવાદને દૂર રાખે છે. #FarmersProtests.’
આપને જણાવી દઈએ કે, મિયા ખલીફાએ અગાઉ પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં ઈંસ્ટા પર સ્ટોરી નાખી હતી. જેમાં એક પ્રદર્શનકારી પોસ્ટર ઉપાડેલુ દેખાતો હતો. જેમાં તેણે લખ્યુ હતું કે, ખેડૂતોને મારવાનું બંધ કરો. દિલ્હીમાં ઈન્ટરનેટ બંધ કરી દીધુ છે, આ શું ચાલી રહ્યુ છે.
READ ALSO
- કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો
- જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન
- મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું