GSTV

MI vs KXIP: રાહુલની સદી પર પોલાર્ડે પાણી ફેરવી દીધું, 10 સિક્સરે પલટી મેચ

Last Updated on April 11, 2019 by Arohi

પોલાર્ડની તુફાની ઈનિંગ્સથી મુંબઈ ઈન્ડિયન્સે લોકેશ રાહુલની સદી પર પાની ફેરવતા આઈપીએલમાં બુધવારે કિંગ્સ ઈલેવન પંજાબને જોરદાર મેચમાં ત્રણ વિકેટથી હરાવીને જીતની હેટ્રિક કરી. પોલાર્ડે ફક્ત 31 બોલમાં 10 સિક્સ અને ત્રણ ચોગ્ગાની મદદથી 83 રનની તોબડતોબ ઈનિંગ રમી. જેના કારણે મુંબઈની ટીમ છેલ્લા બોલે સાત વિકેટ પર 198 રન બનાવીને જીતી ગઈ. પંજાબે ફક્ત રાહુલની શદી પર 197 રન બનાવ્યા.

કિરોન પોલાર્ડની આક્રમક અડધી સદી (83)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 3 વિકેટે મેળવી હતી. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. પોલાર્ડે 31 બોલમાં 3 ફોર અને 10 સિક્સરની મદદથી 83 રન બનાવ્યા હતા.

સિદ્ધેશ લાડ 15 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. સૂર્યકમાર યાદવ 21 અને ડી કોક 24 રન બનાવી આઉટ થયા હતા. ઇશાન કિશન 7 રને રન આઉટ થતા મુંબઈએ 94 રને ચોથી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 19 રને શમીની ઓવરમાં આઉટ થયો હતો. આ જ ઓવરમાં ક્રુણાલ પંડ્યા 1 રને આઉટ થયો હતો. આ પછી પોલાર્ડે એકલા હાથે જીત અપાવી હતી.

લોકેશ રાહુલની સદી (100*) અને ક્રિસ ગેઈલની અડધી સદી (63)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા છે. મુંબઈને જીતવા માટે 198 રનનો પડકાર મળ્યો છે. પંજાબે અંતિમ 5 ઓવરમાં 66 રન બનાવ્યા હતા.

ગેઈલે 31 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. આ પછી ગેઈલ વધારે ટકી શક્યો ન હતો અને 63 રને બેહરનફોર્ડનો શિકાર બન્યો હતો. તેણે 3 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ગેઈલ અને રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 12.5 ઓવરમાં 116 રનની ભાગીદારી નોંધાઈ હતી.

મિલર 7, કરુણ નાયર 5 અને કુરૈન 8 રન બનાવી સસ્તામાં આઉટ થયા હતા. આ પછી રાહુલે શાનદાર બેટિંગ કરતા 64 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા.

Read Also

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!