GSTV

Mi Super Sale: આજે જ લઈ આવો સ્માર્ટફોન, 15 હજારના ફોન પર મળી રહી છે 6 હજારની છૂટ

જો તમે સસ્તો ફોન ખરીદવા માગતા હોઉ તો, હાલ તમારા માટે સારામાં સારા વિકલ્પો મળી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, મૈન્યૂફૈક્ચરિંગ કંપની શિયોમીની mi super sale 2020માં સ્માર્ટફોન પર 6 હજાર રૂપિયા સુધીની છૂટ આપે છે. શિયોમી mi super sale 2020, 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયો છે, જે 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સેલમાં xiaomi સ્માર્ટફોન પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં redmi noe 7 pro, redmi 8a, redmi note 8 pro, redmi go જેવા સ્માર્ટફોન ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. આ સ્માર્ટફોન પર મળી રહેલી છૂટ ઉપરાંત ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી 5 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. તો આવો જાણીએ ક્યા ફોન પર કઈ ઓફર મળી રહી છે.

Redmi Note 8 Pro પર 6 હજારની છૂટ

mi super sale 2020માં redmi note 7 pro પર 6 હજારની છૂટ મળી રહી છે. Redmi Note 7 Proની ઓફિશિયલ કિંમત 15,999 રૂપિયા છે, જ્યારે આ ઓફરમાં તમે ફક્ત 9,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં 48mp ai રિયર કેમેરા સાથે sony imx583 કેમેરા સેંસર આપવામાં આવ્યું છે. જેમાં Qualcomm® Snapdragon™ 675 પ્રોસેસર છે. જેની બેટરી 4000 mahની છે, જે 2 દિવસ સુધી ચાલે છે. જેમાં ટાઈપ c ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે.

Redmi Note 8 Pro

શિયોમી (Xiaomi)ના રેડમી નોટ 8 સીરીઝના ફોન Redmi Note 8 Pro હાલ એકદમ સસ્તી કિંમતે મળી રહ્યો છે. જેની ઓફિશિયલ કિંમત 16,999 રૂપિયા છે, જ્યારે Mi Super Sale 2020માં રેડમીનો આ ફોન 3 હજારની છૂટ સાથે 13,999 રૂપિયામાં ખરીદી શકશો. જેમાં 6 જીબી રેમની સાથે 64 જીબી ઈંટરનલ સ્ટોરેજ પણ મળશે.

આ ઉપરાંત 24,999 રૂપિયાની કિંમતમાં Redmi k20ને 19,999 રૂપિયામાં ખરીદી શકો છો, તો વળી આ ઓફરમાં redmi 8aને તમે 6,499 રૂપિયામાં ખરીદી શકો છ. રેડમી નોટ 8 પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. જ્યારે redmi k20 pro પર 4 હજારનું ડિસ્કાઉન્ટ મળશે.

READ ALSO

Related posts

વિપક્ષી નેતાઓએ ટ્રમ્પ પર સાધ્યુ નિશાન, કોરોનાને નાથવામાં નિષ્ફળ રહેતા ખોટી ધમકી આપી રહ્યા છે

Ankita Trada

મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસકર્મીઓ પર ચાકુથી હુમલો, 5 લોકોને ગિરફ્તાર કરાયા

Nilesh Jethva

LICની આ પોલિસીમાં મળશે એક નહીં ત્રણ લાભ, ગંભીર બિમારીમાં સારવારની સાથે એક કરોડનો ફાયદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!