GSTV
Home » News » શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ LED બલ્બ, મોબાઈલથી કરી શકાશે કંટ્રોલ

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ LED બલ્બ, મોબાઈલથી કરી શકાશે કંટ્રોલ

શાઓમી ઈન્ડિયાએ ભારતમાં સ્માર્ટ બલ્બ લોન્ચ કર્યા છે. એમઆઈનાં આ સ્માર્ટ બલ્બમાં વર્ચુઅલ આસિસટન્ટ અમેઝન એલેક્સા અને ગૂગલ આસિસટન્ટ બંનેને સપોર્ટ મળશે. શાઓમીનાં આ સ્માર્ટ બલ્બમાં 16 લાખ રંગ છે, જેની લાઈફ 11 વર્ષ છે. આ બલ્બને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે. જેનું વેચાણ કંપનીની વેબસાઈટથી 26 એપ્રિલથી ક્રાઉટફંડિંગ પ્રોગ્રામ હેઠળ થશે. જોકે, કંપનીએ તેની કિંમતનો કોઈ ખુલાસો હજી સુધી કર્યો નથી.

આ બલ્બની ક્ષમતા 10 વૉટની છે. આ બલ્બની સાથે હોલ્ડરને અલગથી ખરીદવું પડશે. બલ્બનાં સેટઅપની વાત કરીએતો, તેને એમઆઈ હોમ એપ દ્વારા કંટ્રોલ કરી શકાશે. જોકે, આ બલ્બ માટે વાઈ-ફાઈ અને વીજળીની જરૂર પડશે. તો એપ દ્વારા બલ્બનાં રંગો બદલી શકાશે, સાથે જ ઓન અને ઓફ પણ કરી શકાશે. આ બલ્બમાં કેટલીવાર બાદ બલ્બનો રંગ બદલવો તે પણ સેટ કરી શકાશે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!