GSTV
Home » News » 1 રૂપિયામાં લઇ જાઓ Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન, Mi Fan Festivalના બીજા દિવસની આ છે બેસ્ટ ડીલ્સ

1 રૂપિયામાં લઇ જાઓ Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન, Mi Fan Festivalના બીજા દિવસની આ છે બેસ્ટ ડીલ્સ

mi

આજે Mi ફેન ફેસ્ટિવલનો બીજો દિવસ છે. આ સેલની શરૂઆત 4 એપ્રિલે થઇ હતી અને આ સેલ 6 એપ્રિલ સુધી ચાલશે. બીજા દિવસે સેલ દરમિયાન સૌથી બેસ્ટ ઑફર તરીકે Poco F1 અને Mi હોમ સિક્યોરીટી કેમેરા બેઝિક 1080pને 1 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યાં છે. આ પ્રોડક્ટ્સ શાઓમીના 1 રૂપિયાવાળી ફ્લેશ સેલ અંતર્ગત મળી રહી છે.

Mi ફેન ફેસ્ટિવલ માટે શાઓમીએ 5 ટકા ડિસ્કાઉન્ટ આપવા માટે HDFC બેન્ક સાથે પાર્ટનરશીપ કરી છે. HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યુઝર્સ સેલ દરમિયાન 500 રૂપિયા સુધીનાં ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે. આ સેલમાં સ્માર્ટફોન્સ ઉપરાંત સ્માર્ટ ટીવી અને અન્ય પ્રોડક્ટ્સ પર પણ ઑફર્સ મળી રહી છે.

સેલની ઑફર્સની વાત કરીએ તો Poco F1 અને Mi હોમ સિક્યોરીટી કેમેરા બેસિક 1080pને ફ્લેશ સેલમાં 1 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવશે.

Xiaomi Poco F1ના સ્પેસિફિકેશન્સ

Xiaomi Poco F1માં 6.18 ઇંચની ફુલ એચડી પ્લસ નૉચ ડિસ્પ્લે આપવામાં આવી છે. એન્ડ્રોઇડ ઓરિયો 8.1 પર ચાલતા Xiaomi Poco F1માં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 630 જીપીયૂ આપવામાં આવ્યું છે. ફોનમાં 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ પણ છે.

સેલ્ફી માટે ફ્રન્ટમાં 20 મેગાપિક્સલનો હાઇ રેઝોલ્યુશન કેમેરા ઉપલબ્ધ છે. કેમેરા નીચે ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યું છે. ફોનમાં આપવામાં આવેલી 4000mAhની બેટરીને ચાર્જ કરવા માટે તેમાં ક્વિક ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે.

Read Also

Related posts

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

લગ્નના દોઢ વર્ષ પછી અનુષ્કાએ ખોલ્યું સીક્રેટ, કેમ કર્યા હતા નાની ઉંમરમાં લગ્ન?

Dharika Jansari

કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યની મુશ્કેલીમાં થયો વધારો, આ ગોટાળામાં કરવામાં આવી અટકાયત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!