ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે જે મેચ રમ્યો તે તેની આઇપીએલની કરિયરની 200મી મેચ હતી. આઇપીએલમાં 200 મેચ રમનારો તે પ્રથમ ક્રિકેટર બન્યો હતો. માત્ર આઇપીએલ નહીં પરંતુ વિશ્વની કોઈ એક લીગમાં કોઈ ખેલાડી 200 મેચ રમ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો.

જોકે ધોની બાદ હવે આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરનારા ખેલાડીની લાઈન લાગી જશે. મુંબઈ ઇન્ડિયન્સનો રોહિત શર્મા હાલમાં 197 મેચ રમી ચૂક્યો છે. આમ મુંબઈ આગામી ત્રણ મેચ રમશે તે સાથે રોહિત તેની 200મી મેચ રમશે.

આઇપીએલના પ્રારંભ 2008માં થયો હતો. આમ ત્યારથી રમી રહેલા ખેલાડીઓ હવે બેવડી સદીની નજીક પહોંચી રહ્યા છે. ધોનીની 200 મેચ બાદ રોહિત શર્મા 197 અને સુરેશ રૈના 193 મેચ રમ્યા છે. રૈના તો આ સિઝનમાં રમ્યો નથી. જો તે આ વખતે રમ્યો હોત તો તેણે ધોની કરતાં પણ પહેલા 200 મેચ રમી ચૂક્યો હોત. દિનેશ કાર્તિક 191 અને વિરાટ કોહલી 186 મેચ રમી ચૂક્યા છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….