GSTV
Home » News » મોબાઈલ ખરીદવો છે? અહીંથી લઈ લો આઈડીયા, Mi A3થી લઈને Redmi Y3 સુધી આ છે Xiaomiના અપકમિંગ સ્માર્ટફોન્સ

મોબાઈલ ખરીદવો છે? અહીંથી લઈ લો આઈડીયા, Mi A3થી લઈને Redmi Y3 સુધી આ છે Xiaomiના અપકમિંગ સ્માર્ટફોન્સ

આ અઠવાડિયાની શરૂઆતમાં Xioamiએ ભારતમાં પોતાના પહેલા એન્ડ્રોયડ સ્માર્ટફોન Redmi Goને લોન્ચ કર્યો હતો. આ પહેલા કંપનીએ ચીન અને ભારતમાં પોતાના Redmi Note 7સીરીઝને પણ લોન્ચ કર્યા હતા. સાથે જ હાલમાં જ નવા Redmi 7ની પણ લોન્ચિંગ કંપનીએ કરી હતી. હવે કંપની પોતાના સ્માર્ટફોન્સ પર કામ કરી રહી છે. જેમાં નવા બે એન્ડ્રોયડ વન સ્માર્ટફોનનો શમાવેશ થાય છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ચીની કંપની બે નવા એન્ડ્રોયડ વન સ્માર્ટફોન પર કામ કરી રહી છે. આ સ્માર્ટફોન્સ Mi A2ના અપગ્રેડ પર લોન્ચ કરવામાં આવશે. સાથે જ શાઓમી પોતાની સેલ્ફી લાઈનઅપ વાળા નવા સ્માર્ટફોન Redmi Y3 પર કામ કરી રહી છે. સાથે જ શાઓમીની સબ- બ્રાન્ડ Pocoની પણ એવી જાણકારી મળી રહી છે કે કંપની POCO F1 Lite અને POCO F2ને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.

શાઓમીના અપકમિંગ સ્માર્ટફોન્સની લિસ્ટની વાત કરવામાં આવે તો તેમાં Mi A3ની ચર્ચા વધું છે. તેને Mi A2ના અપગ્રેડેના રૂપમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. xdadevelopersના રિપોર્ટ અનુસાર શાઓમી ‘pyxis’, ‘bamboo_sprout’ અને ‘cosmos_sprout’ કોડનેમ વાળા ત્રણ સ્માર્ટફોન્સ પર કામ કરી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર bamboo_sprout અને cosmos_sprout ઓન્ડ્રોયડ વન સ્માર્ટફોન્સ હોઈ શકે છે. જે ઈશારો કરે છે કે તેને Mi A3 અને Mi A3 Lite સ્માર્ટફોનની રૂપમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

શાઓમીના આ નવા એન્ડ્રોયડ વન સ્માર્ટફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોનમાં Vivo V15 Proની જેમ 32 મેગાપિક્સલ સેલ્ફી કેમરા પણ આપવામાં આવી શકે છે.

Redmi Y3ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનને હાલમાં જ Wi-Fi સર્ટિફિકેશન મળ્યું છે. Wi-Fi લિસ્ટિંગથી એ વાત પણ સામે આવે છે કે આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 9.0 પાઈ પર ચાલે છે. હાલમાં આ સ્માર્ટફોનની જાણકારી સિમિત છે પરંતુ આશા પુરી છે કે આ સ્માર્ટફોન Redmi Y2ની જેમ સેલ્ફી ફોકસ્ડ હશે. Y2ને ગયા વર્ષે 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમરા સાથે જુનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

અંતમાં Poco F2ની વાત કરવામાં આવે તો શાઓમીને F1ના સ્નેપડ્રેગન 845 પ્રોસેસર વાળા સૌથી સસ્તા સ્માર્ટફોનની રીતે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે એવી ચર્ચા છે તે આ જ રીતે Poco F2ને પણ લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર વાળા સૌથી સસ્તા સ્માર્ટફોનના રૂપમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનને હાલમાં જ બેન્ચમાર્કિંગ વેબસાઈટ Geekbench પર જોવામાં આવ્યો છે. જ્યાં તેને 855 પ્રોસેસર, એન્ડ્રોયડ Q OS અને 4GB રેમની સાથે લિસ્ટ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત હાલમાં જ POCO F1 Liteની જાણકારી સામે આવી હતી. જેને 10,000 રૂપિયાની અંદરની કિંમત વાળા સ્માર્ટફોનની રીતે લોન્ચ કરવામાં આવી શકે છે.

Read Also

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi