GSTV
Home » News » Indian Air Forceનું કારનામુ, દુર્ઘટનાગ્રસ્ત હૅલીકોપ્ટરને Mi-17 સાથે બાંધીને 11,500 ફૂટ ઉંચાઈએથી નીચે ઉતાર્યુ

Indian Air Forceનું કારનામુ, દુર્ઘટનાગ્રસ્ત હૅલીકોપ્ટરને Mi-17 સાથે બાંધીને 11,500 ફૂટ ઉંચાઈએથી નીચે ઉતાર્યુ

ભારતીય વાયુસેનાનાં એમઆઈ-17 હેલીકોપ્ટર દ્વારા કેદારનાથ હેલિપેડમાં યૂટી એર પ્રાઈવેટ લિમિટેડનાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનને નીચે ઉતારવામાં આવ્યુ છે. આ ખાનગી વિમાન થોડા સમય પહેલાં કેદારનાથ હેલીપેડ પર પવિત્ર તીર્થસ્થળથી 11,500 ફૂટની ઉંચાઈએ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. કેદારનાથ સુધી ફક્ત પગદંડીનો સંપર્ક હોવાને કારણે કાટમાળને નીચે ઉતારવો સંભવ ન હતો.

કંપનીએ ઉત્તરાખંડ નાગરિક પ્રશાસનનાં માધ્યમથી ભારતીય વાયુસેનાને અનુરોધ કર્યો કે,તે આ મહિનાના અંતમાં કેદારનાથ ધામ બંધ થતાં પહેલાં આ વિમાનને નીચે ઉતારવામાં મદદ કરે, ત્યારબાદ 26 ઓક્ટોબરની સવારે વાયુસેનાં તરફથી મિગ-17ના 5માં યૂનિટને હેલિકોપ્ટરની કાર્યવાહીમાં લગાવવામાં આવ્યુ હતુ, દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને દહેરાદૂનની પાસે સહસ્ત્રધારામાં ઉતારવામાં આવ્યુ છે.

ભારતીય વાયુસેનાનાં દળે ચતુરાઈથી પ્રદર્શન કર્યુ અને કુશળતાથી સંકીર્ણ ઘાટીનાં માધ્યમથી પાછા દહેરાદૂનની પાસે સહસ્ત્રધારા માટે રવાના કરવામાં આવ્યુ, નાગરિક પ્રશાસનનાં સમર્થનમાં ભારતીય વાયુસેનાના કુશળતા સુરક્ષિત બહાર કાઢ્યુ તેની સાબિતી છે.

કેદરનાથ ક્ષેત્રમાં હેલીકોપ્ટરને એક સાંકળી ઘાટીમાંથી થઈને પસાર થવું પડે છે. અહીં હવાનું દબાણ બહુ વધારે હોવાને કારણે અચાનક જ હવામાન ખરાબ થવા લાગે છે. એવામાં સામાન્ય ચૂક હેલીકોપ્ટરનુ દુર્ઘટનાનું કારણ બની શકે છે.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!