GSTV
Home » News » IAF ઓફિસરની ખોટી માહિતીના કારણે ક્રેશ થયું હતું Mi-17, તપાસમાં થયો ખુલાસો

IAF ઓફિસરની ખોટી માહિતીના કારણે ક્રેશ થયું હતું Mi-17, તપાસમાં થયો ખુલાસો

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ બડગામમાં ક્રેશ થયેલ Mi-17 ચૉપરની તપાસ પૂરી થઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)માં તૈનાત એરફોર્સ ઓફિસરે કંફ્યૂઝન ઊભુ કર્યું, જે આ હાદસાનું મુખ્ય કારણ હોઇ શકે છે. આ હાદસામાં એરફોર્સના છ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું.

ઈંક્વાયરીમાં જાણવા મળ્યું છે કે, ATC ટાવરના એક અધિકારીએ પહેલાં Mi-17ને બેઝ પર પાછા ફરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી, પરંતુ એર ડિફેન્સ યૂનિટને એમ પણ કહ્યું હતું કે એરબેઝમાં કોઇ એરક્રાફ્ટ લેન્ડ કરવાનું નથી. આ માહિતી ANIના હવાલાથી આપવામાં આવી છે.

કૉર્ટ ઓફ ઈંક્વાયરીમાં આ હાદસાની તપાસ પૂરી થઈ ગઈ હતી પરંતુ તેની ફાઇલ ફરીથી ખોલવામાં આવી, કારણકે ટ્રાયલનો સામનો કરી રહેલ અધિકારી બીજા ગવાહોની પૂછપરછ કરવા ઇચ્છતા હતા. ATCમાં તૈનાત ઓફિસર સિવાય એરબેઝના એર ડિફેન્સના એક અધિકારીનું કોર્ટ માર્શલ થઈ શકે છે.

27 ફેબ્રુઆરીની સવારે આ ચૉપર બડગામ પાસે ક્રેશ થયું હતું. બાલાકોટ એર સ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાને કાઉન્ટર અટેક કર્યો હતો. આ ચૉપર 154 હેલિકૉપ્ટર યૂનિટનું હતું અને ટેક-ઑફની 10 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યુ થયું હતું.

Related posts

બ્રિટનમાં ખાસ તરીકેનાં પદાર્થથી બની રહ્યો છે રસ્તો, મજબૂતી એવી કે ખાડા પણ નહી પડે

pratik shah

ગેરલાયક જ ગણાશે કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો, પરંતુ સુપ્રિમ કોર્ટે પેટાચૂંટણી લડવાની આપી પરવાનગી

Mansi Patel

બે છોકરા બોલાવી ડાયરેક્ટરે રેપ સીન કરવા કહ્યું અને રૂમમાં…આ એક્ટ્રેસે જણાવી આપવીતી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!