GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના સમીકરણ બદલાશે? એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી, 12 બળવાખોરોને મંત્રીપદની ભાજપની ઓફર

એકનાથ શિંદે

ભાજપે મહારાષ્ટ્રના રાજકીય સંકટ વિશે જાહેરમાં કોઇ વલણ લેવાનું ટાળ્યું છે પરંતુ અંદરખાને દેવેન્દ્ર ફડવણીસના નેતૃત્વ હેઠળ નવી સરકાર રચવા માટે તમામ તૈયારીઓ શરુ થઈ ગઈ છે.  આ પ્રક્રિયાના મહત્વના ભાગ તરીકે શિવસેનાના બળવાખોર જૂથ સાથે મંત્રીમંડળમાં સ્થાન સહિતની વિગતો પણ ચર્ચાઈ રહી છે. 

જાણવા મળ્યા  મુજબ ભાજપે ૨૦૧૯ વિધાનસભા ચૂંટણી પછી અજિત પવારનો સાથ લીધો ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી પદ અને તેમના ટેકેદારોને રાજ્ય મંત્રીમંડળમાં નવ જગ્યા આપવાની ઓફર કરી હતી. એકનાથ શિંદેના કેસમાં ભાજપે આ ઓફર થોડી વધારે ઉદાર બનાવી છે. શિંદેને નાયબ મુખ્યમંત્રી પદનું વચન આપવામાં આવ્યું છે પરંતુ તે સાથે તેમના ૧૨ અન્ય ટેકેદારોને મંત્રીમંડળમાં સમાવવાની ઓફર આપવામાં આવી છે. 

આ ૧૨માંથી છ થી આઠ કેબિનેટ મંત્રી તથા અન્ય રાજ્યકક્ષાના મંત્રી હોઈ શકે  

ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની સરકારમાં શિવસેના અને કોગ્રેસના ૧૦-૧૦ તથા એનસીપીના ૧૧ કેબિનેટ મંત્રી હતા. બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રીઓમાં શિવસેનાના  અને એનસીપીના ચાર-ચાર તથા કોંગ્રેસના બે મંત્રીઓનો સમાવેશ થતો હતો. ગયા બુધવારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી ત્યારે તેમના અને તેમના મંત્રી પુત્ર આદિત્યને બાદ કરતાં માત્ર અન્ય એક જ કેબિનેટ મંત્રી હાજર રહ્યા હતા. 

ભાજપ દ્વારા આપવામાં આવેલી ઓફર આમ તો આકર્ષક છે પરંતુ મુખ્ય સવાલ મંત્રીપદ નહીં મેળવનારા બાકીના બળવાખોર વિધાનસભ્યોને સાચવવાનો છે. શિવસેનામાંથી બળવો પોકારીને રાજ્યમાં સત્તા પર પુનરાગમનમાં ભાજપને મદદ કરવા બદલ તેઓ કોઈ મોટા અકરામની આશા રાખે તે સહજ છે. તેમને રાજકીય રીતે અન્ય કયા હોદ્દા અપાય છે કે પછી કેવી રીતે સંતુષ્ટ કરવામાં આવે છે તે જોવાનું રહે છે. 

ભાજપ દ્વારા અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાં જ્યાં જ્યાં પણ આ રીતે સરકાર બનાવવામાં આવી છે ત્યાં ત્યાં સ્થાનિક પરિસ્થિતિ અનુસાર ડીલ થઈ છે. જેમકે આસામમાં હેમંતી બિશ્વા શર્માને તરત જ મોટો હોદ્દો ન હતો અપાયો પરંતુ ચૂંટણીઓ બાદ તેમને સીએમ બનાવાયા હતા. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી બનાવવાને બદલે  કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભાજપ દ્વારા કોંગ્રેસના કેટલાય ધારાસભ્યોનું પક્ષાંતર કરાવી તેમને મંત્રી બનાવાય હતા પરંતુ ગયાં વર્ષે સમગ્ર મંત્રીમંડળ બદલી નખાયું ત્યારે મૂળ કોંગ્રેસના આ પ્રકારે મંત્રીપદની ઓફર મેળવનારા ધારાસભ્યોએ પણ હોદ્દો ગુમાવ્યો હતો.

READ ALSO

Related posts

ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા

Hardik Hingu

મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની કરી વરણી, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ

Zainul Ansari

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu
GSTV