GSTV
Home » News » ભારત રત્ન આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી, મોદી સરકારે ભાજપના સાંસદને જ ઝાટક્યા

ભારત રત્ન આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી, મોદી સરકારે ભાજપના સાંસદને જ ઝાટક્યા

ભાજપના સાંસદ ગોપાલ ચિન્ના શેટીએ સંસદના શિયાળુ સત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવા અંગે સવાલ પૂછ્યો હતો. જેના પર કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોઇને પણ ભારત રત્ન આપવા માટે ભલામણની જરૂર નથી.

પરંતુ કેન્દ્ર સરકાર જેને ઇચ્છે તેને આપી શકે છે. ભારત રત્ન આપવાનો નિર્ણય સમય-સમયે લેવામાં આવે છે. જેથી તેના માટે કોઇ ઔપચારીક ભલામણની જરૂરિયાત નથી.  ગોપાલ ચિન્નાયા શેટ્ટી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સંકલ્પ પત્રમાં ભાજપે વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો કર્યો હતો. જો કે શિવસેનાએ પણ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગણી કરી હતી. જો કે મહારાષ્ટ્રમાં બંને પાર્ટીઓના જોડાણ ભંગ થયું છે. તેમ છતાં શિવસેના સાવરકરને ભારત રત્ન આપવાની માંગણી પર અડગ છે.

READ ALSO

Related posts

સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…

Karan

પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ

Karan

દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!