GSTV
Gujarat Government Advertisement

કોરોના મહામારીમાં MHA એ પોતાના કાર્યાલયોમાં ફક્ત 50% જ કર્મચારીઓને હાજર રહેવા હુકમ કર્યો

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

દિલ્હીમાં COVID-19 કેસની સંખ્યામાં થયેલા “અભૂતપૂર્વ વધારો” જોતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરુવારે કહ્યું કે, ‘તેના અધિકારીઓ ઘરેથી કામ કરી શકે છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓએ ઓફિસમાં હાજર રહેવાની જરૂર છે. ઓફિસના મેમોરેન્ડમમાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે ઓફિસમાં હાજર રહેનારા તમામ અધિકારીઓ ઓફિસમાં પ્રવેશ 9 AM થી 10 AM વચ્ચે અલગ અલ સમયે ઓફિસ પ્રવેશ કરી લેવો સાથે સાથે કન્ટેન્ટ ઝોનમાં રહેતા લોકોને ઓફિસમાંથી મુક્તિ આપવામાં આવે છે.’

ગૃહ મંત્રાલયે કહ્યું કે, “દિલ્હીમાં કોવિડ -19 કેસોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થવાને ધ્યાનમાં રાખીને, તેના ફેલાવાને રોકવા માટે પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

ગૃહમંત્રાલયે કહ્યું કે અન્ડર સેક્રેટરી અથવા તેના સમકક્ષ અને તેનાથી નીચેના સ્તરના અધિકારીઓને ઘરેથી કામ કરવાની છૂટ છે અને ઓફિસમાં તેમની શારીરિક હાજરી વાસ્તવિક સ્ટાફ ના 50 ટકા સુધી મર્યાદિત છે.

તેમની હાજરી માટે રોસ્ટર સંબંધિત વિભાગીય અથવા પાંખના વડાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. જો કે વહીવટી ધોરણે જરૂરી હોય તો વ્યક્તિગત પાંખના વડા, તેમની પાંખના અધિકારીઓની કોઈપણ કેટેગરીમાં 50 ટકાથી વધુની શારીરિક હાજરી માટે હાકલ કરી શકે છે.

નાયબ સચિવ, સમકક્ષ અને તેથી વધુના સ્તરના તમામ અધિકારીઓ નિયમિત ધોરણે કચેરીમાં હાજર રહેવાના છે.

ઓફિસમાં હાજર રહેલ તમામ અધિકારીઓ ઓફિસમાં પ્રવેશ સાથેના કામ, રજા, વગેરેની બાબતમાં અલગ અલગ સમય રાખવો. સંબંધિત ઓફિસમાંથી બહાર નીકળવાના સમયની સાથે સવારે 9 થી 10 વાગ્યા સુધી ના સમય માં અલગ અલગ સમયે પ્રવેશ થી પણ લિફ્ટ અને કોરિડોરમાં ધસારો ટાળશે,. વિભાગીય અથવા પાંખના વડા દ્વારા રોસ્ટર સિસ્ટમ ની કાળજી લે,” ગૃહ મંત્રાલયે કહ્યું.

ગૃહ મંત્રાલય

બધા અધિકારીઓ કે જે કોઈ ચોક્કસ દિવસે ઓફિસમાં આવતા નથી, તેઓએ તેમના નિવાસસ્થાનથી અને ઘરેથી કામ કરવા માટે, હંમેશાં ટેલિફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ સંચારના માધ્યમો પર પોતાને ઉપલબ્ધ કરાવવાના રહેશે.

કન્ટેન્ટ ઝોનમાં રહેતા તમામ અધિકારીઓને કન્ટન્ટમેન્ટ ઝોન ડિનોટિફાય ન થાય ત્યાં સુધી ઓફિસમાં આવવા માંથી મુક્તિ આપવાનું ચાલુ રાખશે, એમ તેમાં જણાવાયું છે.

ઓફિસમાં હાજર રહેનારા તમામ અધિકારીઓ માસ્ક પહેરવા, શારીરિક અંતર, સેનિટાઈઝરનો ઉપયોગ અને સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા સહિતના કોવિડ યોગ્ય વર્તનનું કડક પાલન કરશે

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે લિફ્ટ્સ, સીડી, કોરિડોર, રિફ્રેશમેન્ટ કિઓસ્ક અને પાર્કિંગ વિસ્તારો સહિતના સામાન્ય વિસ્તારોમાં થતી ભીડને સખ્તાઇથી ટાળવી પડશે અને મિટિંગો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવશે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.

મંત્રાલયે કહ્યું કે, બહારના લોકો અથવા મુલાકાતીઓની પ્રવેશને યોગ્ય રીતે ઘટાડવામાં આવે અને 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ કર્મચારીઓને રસી લેવાની સલાહ આપવામાં આવે છે, એમ મંત્રાલયે જણાવ્યું છે.

“ઉપરોક્ત સૂચનાઓ અથવા દિશાનિર્દેશો તાત્કાલિક અમલમાં આવશે અને 30,એપ્રિલ 2021 સુધી અથવા તે પછીના જે પણ ઓર્ડર આવે ત્યાં સુધી અમલમાં રહેશે.” ગુરુવારે આ રોગને કારણે દિલ્હીમાં 16,699 તાજા COVID-19 કેસ અને 112 લોકોનાં મોત નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!