GSTV

ગૃહ મંત્રાલયે BSF ને આપ્યો મોટો અધિકાર, આ રાજ્યોમાં સરહદની 50 કિલોમીટર અંદર સુધી કરી શકશે કાર્યવાહી

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીમા સુરક્ષા દળ (BSF)ના અધિકાર વિસ્તારમાં મોટો વધારો કર્યો છે અને હવે BSFના અધિકારીઓને ધરપકડ, તપાસ અને જપ્તીની વધુ સત્તાઓ આપવામાં આવી છે. BSFના અધિકારીઓ પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામમાં ધરપકડ અને તલાશી લઇ શકશે. BSFને CRPC, Passport Act and Passport (Entry to India) Act હેઠળ આ કાર્યવાહી કરવાનો અધિકાર મળ્યો છે.

50 કિલોમીટર સુધી કરી શકશે કાર્યવાહી

આસામ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પોલીસની જેમ બીએસએફને સર્ચ અને અરેસ્ટ કરવાનો અધિકાર મળ્યો છે. બીએસએફના અધિકારીઓ ત્રણેય રાજ્યોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન બોરડરથી 50 કોલોમીટર અંદર દેશના રાજ્યોમાં કાર્યવાહી કરી શકશે. આ પહેલા આ મર્યાદા માત્ર 15 કિલોમીટર સુધીની હતી. આ ઉપરાંત, બીએસએફ નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર અને લદાખમાં પણ સર્ચ અને અરેસ્ટ કરી શકશે.

ગુજરાતમાં ઘટાડવામાં આવ્યું અધિકાર ક્ષેત્ર

જોકે તેની સાથે જ ગુજરાતમાં બીએસએફના અધિકાર ક્ષેત્રમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અહીં હવે સીમા વિસ્તાર 80 કિલોમીટરથી ઘટીને 50 કિલોમીટર થઇ ગયો છે જયારે રાજસ્થાનમાં આ મર્યાદા પહેલાની જેમ 50 કિલોમીટર જ રાખવામાં આવી છે. પાંચ પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર માટે કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. તેની સાથે જ જમ્મુ કાશ્મીર અને લદાખમાં આ મર્યાદા નિર્ધારિત નથી.

BSFના અધિકાર

બોર્ડર સિક્યોરિટી ફોર્સ એક્ટ 1968ની કલામ 139 કેન્દ્રને સમય સમયે સીમા બળના સંચાલન ક્ષેત્ર અને સીમાને અધિસૂચિત કરવાનો અધિકાર પણ આપે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયએ વટહુકમ જાહેર કરી સરહદ સાથે જોડાયેલા વિસ્તારોને ‘શિડ્યુલ’માં સંશોધન કર્યું છે જ્યાં બીએસએફને પાસપોર્ટ અધિનિયમ, એનડીપીસી અધિનિયમ, સીમા શુલ્ક અધિનિયમ જેવા અધિનિયમો હેઠળ તલાશી, જપ્તી અને ધરપકડ કરવાની સત્તા આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!