GSTV

ચાઈનીઝ સામાનના બહિષ્કાર વચ્ચે ભારતમાં 1 હજાર કરોડના રોકાણની તૈયારીમાં આ ચીની કંપની, શું મોદી સરકાર આપશે મંજૂરી?

પૈસા

ચીનની કાર બનાવનારી કંપની MG મોટર્સ ભારતમાં ચાલી રહેલ ચીની સામાનના બહિષ્કારને કારણે ઘણુ મોટુ નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. હવે કંપનીએ નક્કી કર્યુ છે કે, તે ભારતના પ્રમોશન ડિપાર્ટમેન્ટને કહેશે કે, ભારતમાં ફરીથી રોકાણ કરવું જોઈએ. TOI ની એક રીપોર્ટ પ્રમાણે MG મોટર્સની પ્લાનિંગ છે કે, તે પોતાના નવા મોડલ્સ લોન્ચ કરવા માટે અને પોતાનો બિઝનેસ વધારવા માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. FDI ના નિયમોમાં ફેરફાર થવાના કારણે હવે કંપનીને રોકાણ પહેલા DPIIT પાસેથી મંજૂરી લેવી પડશે.

આ બધુ શોર્ટ ટર્મ છે

MG મોટર્સ ઈંડિયાના પ્રેસિડેન્ટ અને એમડી રાજીવ છાબડાએ કહ્યુ કે, ભારત સરકારે આ વાતનો નિર્ણય કરવાનો પૂર્ણ હક છે કે, દેશ માટે શું સાચુ છે અને શું નહી. દરેક સરકારને દેશની ભલાઈ વિશે વિચારવાનું હોય છે. જ્યારે તેનાથી ચીનના સામાનનો બહિષ્કાર કરવાની ભાવનાની વાત કરવામાં આવી છે તો તે બોલ્યા કે, આ બધુ શોર્ટ ટર્મ છે, પરંતુ જો મીડિયમથી લોન્ગ ટર્મમાં જોવામા આવે તો, કંપનીની ગ્રોથ હશે. તેમણે જણાવ્યુ કે, ઘણા બધા એવા ઉદાહરણ છે, જેમાં દેશની વચ્ચે તણાવ હોય છે, પરંતુ તેના કારણથી બિઝનેસ પર કોઈ અસર પડતી નથી.

ભારતના સ્થાનિકીકરણમાં વધારો

MG મોટર્સે ભારતમાં 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે. તેણે જનરલ મોટર્સનો પ્લાન્ટ પણ ખરીદ્યો છે. અત્યારે આ કંપની ભારતમાં હેક્ટર પ્રીમિયમ SUV વેચી રહી છે. છાબડાએ કંપની માટે નવા મોડેલ ગ્લોસ્ટરની પણ વાત કરી, જે એક લક્ઝરી એસયુવી છે. તેમણે એમ પણ કહ્યું કે, MG મોટર્સ હવે ભારતના સ્થાનિકીકરણમાં વધારો કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીન કરતા ભારતમાં પાર્ટ્સ વધુ મોંઘા છે, પરંતુ હજી પણ કંપની સ્થાનિકીકરણ પર ભાર મૂકશે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!