GSTV
Home » News » 350 kmની માઈલેજ વાળી નવી કાર થશે લોન્ચ, કિંમત પણ તમને પોસાય તેવી

350 kmની માઈલેજ વાળી નવી કાર થશે લોન્ચ, કિંમત પણ તમને પોસાય તેવી

ભારતીય કાર બજારમાં MG મોટર હેક્ટર ઘણી પસંદ આવી રહી છે. અને હવે કંપની હેક્ટરની સફળતાને જોતાં પોતાનો નવો દાવ ભારતમાં રમવા જઈ રહી છે. કંપની તેની બીજી કારને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ વખતે પેટ્રોલ-ડીઝલ નહીં ઈલેક્ટ્રિક મોડલ લોન્ચ થશે.

ભારતમાં MG મોટર પોતાની નવી ઈલેક્ટ્રિક એસયૂવીને લોન્ચ કરશે જેનું નામ MG ZS EV હશે. કંપનીએ આ ઈલેક્ટ્રિક એસયૂવીની તસવીર પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે. ફોટો ઉપરાંત કંપનીએ સ્પેસિફિકેશનની કોઈ જાણકારી નથી આપી. પરંતુ MG મોટર મુજબ તેની ઈલેક્ટ્રિક ગાડી ઓવર-ધ એયર ટેકનોલોજીથી લેસ હશે.

તેમાં લિથિયમ-આયન બેટરી પણ આપવામાં આવશે. MG મોટરની ZS EV યૂકે કાર બજારમાં લોન્ચ થઈ ગઈ છે. જ્યાં ભારતના હિસાબથી તેની કિંમત લગભગ 18.50 લાખથી 20.10 લાખ રૂપિયાની વચ્ચે હશે. MGએ પહેલા પણ આ વાતની જાણકારી આપી દીધી હતી, કે ભારતમાં તેની હવે બીજી નવી ઈલેક્ટ્રિક કાર આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. નવી ZS EV નો સીધો મુકાબલો Hyundai કોના સાથે થશે.

તેના પરર્ફોમન્સની વાત કરીએ તો તેમાં 44.5kWh લિથિયમ-આયન બેટરી લાગેલી છે જે 141 bhpનો પાવર અને 353 Nmનો ટોર્ક આપે છે. તેમાં લાગેલા 50 kW ફાસ્ટ ચાર્જરની મદદથી આ કાર ખાલી 43 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જાય છે. કંપનીનો દાવો છે કે એક વાર ફુલ ચાર્જ થવા પર ZS ઈલેક્ટ્રિક એસયૂવી 350 કિલોમીટર સુધી ચાલશે.

Read Also

Related posts

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

Dharika Jansari

Jioએ પ્રિપેડ યૂઝર્સ માટે બંધ કરી દીધા આ પ્લાન, હવે સસ્તું નહીં પડે

pratik shah

જો તમારો ફોન આજકાલ ખૂબ જ હેંગ થઈ રહ્યો હોય તો ચેતજો, આ વાયરસ હોઈ શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!