GSTV
Home » News » મંદીના માહોલ વચ્ચે આ ચીની કંપની ભારતમાં કરશે 3,000 કરોડનું રોકાણ, ગુજરાતમાં છે કંપનીનું 2 હજાર કરોડનું રોકાણ

મંદીના માહોલ વચ્ચે આ ચીની કંપની ભારતમાં કરશે 3,000 કરોડનું રોકાણ, ગુજરાતમાં છે કંપનીનું 2 હજાર કરોડનું રોકાણ

વાહન કંપની મોરિસ ગેરેજ (એમજી) ભારતમાં 3,000 કરોડ રૂપિયાના વધારાના રોકાણની યોજના બનાવી રહી છે. મૂળરૂપે, યુકેની આ કંપની હવે ચીનના એસએઆઈસીની માલિકીની છે. કંપનીના એક અધિકારીએ કહ્યું કે તેઓએ ભારતમાં રૂ .2000 કરોડનું રોકાણ કર્યું છે અને કંપનીનું હાલોલ (ગુજરાત) ફેક્ટરી કાર્યરત થઈ ગઈ છે.

એમજી મોટર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘અમે ભારતીય બજાર માટે કટિબદ્ધ છીએ અને અમે આ વર્ષે જાન્યુઆરીમાં અમારી યાત્રા શરૂ કરી હતી. દેશ માટે અમારી યોજના લાંબા ગાળાની છે અને અમે 3,000 કરોડ રૂપિયા વધુ રોકાણ કરીશું.

તેમણે જણાવ્યુ હતુકે, કંપની અત્યાર સુધીમાં લગભગ 13,000 એમજી હેક્ટરનું વેચાણ કરી ચુકી છે. એમજી મોટર ઈન્ડિયાએ નવેમ્બર મહિનામાં હેક્ટરનું 3,239 એકમોનું રિટેલ વેચાણ કર્યુ છે.

તેના સિવાય ગૌરવ ગુપ્તાએ જણાવ્યુકે, કંપની એક ઈલેક્ટ્રિક સ્પોર્ટ યૂટિલિટી વ્હીકલ રજૂ કરશે,અને જૂલાઈ 2021 સુધીમાં તેની પાસે ચાર મોડલ હશે. દરેક વાહનો એસયુવી સેગમેન્ટનાં હશે.

જાન્યુઆરીમાં લોન્ચ થશે ઈલેક્ટ્રિક SUV

એમજી મોટર આગામી વર્ષ જાન્યુઆરીમાં તેની ઇલેક્ટ્રિક SUV ZS લોન્ચ કરશે તેવી સંભાવના છે. રિપોર્ટ મુજબ આ ઇલેક્ટ્રિક SUVની કિંમત 22-25 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. એમજી મોટરની ઇલેક્ટ્રિક SUV ZSમાં 44.5 kWhની બેટરીથી લાગેલી છે, જે સિંગલ ચાર્જ પર 340 કિ.મી.ની રેન્જ આપે છે.

કંપની શરૂઆતમાં આ ઇલેક્ટ્રિક કારનું વેચાણ દિલ્હી-એનસીઆર, મુંબઇ, બેંગ્લોર, અમદાવાદ અને હૈદરાબાદમાં કરશે. કંપની શરૂઆતમાં દર મહિને 100 યુનિટ ઇલેક્ટ્રિક એસયુવી બનાવશે. ડિમાન્ડના આધારે, તેનું માસિક ઉત્પાદન 200 થી 300 એકમ સુધી વધારી શકાય છે.

તો મીડિય રિપોર્ટસ મુજબ, એમજી મોટર ઈન્ડિયા હાલનાં દિવસોમાં હેક્ટર એસયુવીનાં 6 સીટર વર્ઝન પર કામ કરી રહી છે. હાલમાં જ તે કારને એમજી મોટરની ફેક્ટરીમાં જોવામાં આવી હતી. 6-સીટર એમજી હેક્ટરની કિંમત 5 સીટર વર્ઝન કરતાં લગભગ એક લાખ રૂપિયા વધારે હોઈ શકે છે.

READ ALSO

Related posts

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah

શું તમારી ઉંચાઈ ઓછી છે ? તો ચિંતા ન કરો લગ્ન કરવા માટે બેસ્ટ છો તમે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!