GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

MG હેક્ટર પ્લસ ભારતમાં લોન્ચ : જાણો કિંમત અને ફિચર્સ, આ તારીખ સુધી મળશે લાભ

બ્રિટિશની ઓટોમોબાઇલ કંપની MG Motorની ઘણી SUV લોકોને ખુબ પસંદ આવી છે. આ સાથે કંપની અન્ય એક MG Hector Plus ભારતમાં લોન્ચ કરી દીધી છે. લોન્ચિંગ પહેલા આ નવી એસુયવીનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. MG Motor Indiaની વેબસાઈટ પરથી 50 હજાર રૂપિયામાં MG Hector Plusને બુક કરી શકાય છે. આ નવી એસયુવીને ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. 13 ઓગસ્ટ બાદ કિંમતમાં 50 હજાર રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. એમજીની શરૂઆતની કિંમત 13.94 લાખ છે. હેક્ટર પ્લસની પેટ્રોલ વેરિંઅન્ટની કિંમત 13.49 લાખથી 18.21 લાખ સુધીની છે. ડિઝલ મોડેલની કિંમત 14.44 લાખથી લઇને 18.54 લાખ છે.

હેક્ટર પ્લની ડિઝાઈનમાં થોડો ફેરફાર

હેક્ટર પ્લસ મૂળ રીતે Hector SUVનું 6-સીટર મોડલ છે. બંનેને અલગ લુક આપવા માટે કંપનીએ હેક્ટર પ્લસની ડિઝાઈનમાં થોડો ફેરફાર કર્યો છે. આ કારની પ્રારંભિક કિંમત રૂ.13.48 લાખ આવી છે. MGની ભારતમાં આ ત્રીજી કાર છે, જેને 6 સીટર વર્ઝન તરીકે રજૂ કરાઈ છે. આ કાર અગાઉ વર્ષ 2020ની શરૂઆતમાં લોન્ચ થવાની હતી, પરંતુ કોવિડને કારણે તેનું લોન્ચિંગ મુલતવી થયું હતું.

ફિચર્સ

MG Hector Plus ફિચર્સ આ SUVની ડિઝાઇનની વાત કરીએ તો તેમાં નવી બ્લેક ગ્રિલ, સ્લિક લુકવાળી LED DRLs, હેડલેમ્પ્સ નાખવામાં આવ્યા છે, જે કારને વધુ અટ્રેક્ટિવ લુક આપે છે. આ SUVમાં નવું બમ્પર, નવાં ફ્રંટ ફ્લોટિંગ ટર્ન ઇન્ડિકેટર્સ, નવો ટેલલેમ્પ અને રિવાઇઝ્ડ સ્કિડ પ્લેટ્સ આપવામાં આવી છે. આ કારને કંપનીએ કેન્ડી વ્હાઇટ, ગ્લેઝ રેડ, સ્ટારરી બ્લેક, બરગંડી રેડ, ઑરોરા સિલ્વર અને સ્ટારી સ્કાય બ્લુ સહિત 6 કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. MG Hector Plus એન્જિનની માહિતી આ SUVમાં બે એન્જિન ઓપ્શન છે, જેમાં એક 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને એક 2.0 લિટરની ડીઝલ મોટર સામેલ હશે. તેમાં મળતું પેટ્રોલ એન્જિન 143PS પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરશે.

ઈન્ટિરીયરમાં મોટા મોટા ફેરફાર

2.0 લિટર ડીઝલ એન્જિન 170PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરશે. બંને એન્જિન BS6 કમ્પ્લાયન્ટ હશે. તેમજ, તેના ટ્રાન્સમિશન ઓપ્શનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને એક DCT યૂનિટ સામેલ હશે. MG Hector Plusમાં 55 કરતાં પણ વધુ ઇન્ટરનેટ કનેક્વિટી ફીચર્સ આ SUVના ઇન્ટિરિયરમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે, જેમાં 6 સીટર સેટઅપ, બીજી રૉમાં રિક્લાઇન અને સ્લાઇડ ફ્કંશન સાથે કેપ્ટન સીટ્સ, તો આ SUVમાં નવી ફોર્ક્સ લેધર અપહોલ્સ્ટ્રી, બેઝ હેડલાઇનર, નવું ડિઝાઇન કરેલું ડેશબોર્ડ, થર્ડ રૉના મુસાફરો માટે એર વેન્ટ, રિઅર એસી વેન્ટ, એજસ્ટેબર હેડરેસ્ટ વગેરે પણ છે. આ SUVમાં સ્માર્ટ સ્વાઇપ ફીચર પણ આપવામાં આવ્યું છે, જેનાથી ગ્રાહક રિઅર બમ્પર નીચે પગ સ્વાઇપ કરીને બૂટ (ડેકી) ખોલી શકે છે. આ SUVની મોટી ખાસ વાત એ છે કે, આમાં 55 કરતાં પણ વધારે ઇન્ટરનેટ કનેક્વિટી ફીચર્સ આપવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari

દેશની આર્થિક રાજધાનીમાંથી ઝડપાયું હજારો કરોડનું ડ્રગ્સ, બે શખ્સોની કરાઈ અટકાયત

pratik shah

એનપીસીઆઇ લાવી શકે છે યુપીઆઈ પેમેન્ટ પર વધુ નિયંત્રણ, આ લોકોને પડશે અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!