GSTV
Home » News » દેશની પ્રથમ ઈન્ટરનેટ SUV હેક્ટર લોન્ચ થઇ, આ મહિનાથી શરૂ થશે બુકિંગ

દેશની પ્રથમ ઈન્ટરનેટ SUV હેક્ટર લોન્ચ થઇ, આ મહિનાથી શરૂ થશે બુકિંગ

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં વધુ એક દમદાર ખેલાડીએ એન્ટ્રી કરી છે. બ્રિટનની મુખ્ય કાર ઉત્પાદક કંપની Morris Garage (MG) દેશની પ્રથમ ઈન્ટરનેટ SUV Hectorને લોન્ચ કરી છે, જેનું બુકિંગ જૂન મહિનાથી શરૂ કરવામાં આવશે. આ SUVની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કંપનીએ પોતાની બ્રાન્ડ એન્થમ પણ જાહેર કરી છે. MG Hectorનું મેન્યુક્ચરિંગ ગુજરાતના હાલોલમાં આવેલ MGના પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. તો આવો જાણીયે કેવી હશે MG Hector…..

ફિચર્સ

 • કંપનીએ હેક્ટરને એક પ્રોપર SUV લુક આપ્યો છે. આ SUVના ફ્રન્ટમાં LEDડે ટાઈમ રનિંગ લાઈટ્સ લગાવવામાં આવી છે.
 • આ એસયુવીનો આગળનો હિસ્સો ઘણો આકર્ષક છે, જેમાં ક્રોમાનો પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • જોકે આ એસયુવીની સાઈડ પ્રોફાઈનલમાં સામાન્ય ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • આ એસયુવીના પાછળના ભાગમાં LED ટેલ લેમ્પ છે. આકર્ષક કૈરેક્ટર લાઈન આ એસયુવીના લુકને વધુ શાનદાર બનાવે છે.
 • MG Hectorની લંબાઈ 4655mm. પહોંળાઈ 1835 mm અને ઊંચાઈ 1760 mm છે.
 • MG Hectorની બુકિંગ આવતા મહિને એટલે કે જૂનમાં શરૂ થશે અને તેની ડિલીવરી એક સપ્તાહ બાદ શરૂ કરવાની આશા છે.
 • MG Hectorએ SUVના ફ્રન્ટમાં નવી ડિઝાઈનનો ઉપયોગ કર્યો છે. MG Hectorના હેડલેમ્પ બંપરમાં લગાવાયેલા છે અને ડેટાઈમ રનિંગ લાઈટ્સ તેની ઉપર આપવામાં આવી છે.
 • સ્પોઈલરની વચ્ચે ગ્લોસ-બ્લૈક પ્લાસ્ટિક પિલરથી આ SUVનો સાઈડ લુક વધુ શાનદાર દેખાલ છે. MG Hectorના વીલ્સ 17 ઈંચના છે.
 • MG Hectorમાં ડેશબોર્ડ ઘણો ક્લીન છે, જેમાં 10.4 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. iSmart નામવાળા આ ટચસ્ક્રીનમાં ઘણાં કનેક્ટિવિટી ફીચર્સ છે.
 • આ 5 સીટર SUVની અંદર ફ્રટ અને રિયર પેસેન્જર માટે ઘણી જગ્યા છે. SUVમાં મોટો પૈનારોમિક સનરૂફ પણ આપવામાં આવ્યો છે.
 • MG Hector પેટ્રોલ અને ડિઝલ ઓપ્શનમાં જોવા મળશે. પેટ્રોલ એન્જિનવાળી SUV 1.5 લીટર ધરાવે છે, જે 143hpનો પાવર અને 250Nmનો ટોર્ક જનરેટ કરે છે. 2.0 લીટર ડિઝલ એન્જિન 170hpનો પાવર અને 350Nmનો ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન બીએસ4 છે અને આમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ પણ છે. પેટ્રોલ એન્જિનમાં 6-સ્પીડ ઓટોમૈટિક ટ્રાન્સમિશનનું ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પેટ્રોલ એન્જિન
 • MG Hector ચાર મોડલ (Style, Super, Smart અને Sharp)માં ઉપલબ્ધ છે. ડ્યૂલ ફ્રન્ટ એરબેગ્સ, ઈબીડીની સાથે એબીએસ, ટ્રેક્શન કટ્રોલ, રિયર પાર્કિંગ સેન્સર, તમામ વ્હિલ્સમાં ડિસ્ક બ્રેક ફિચર્સ સ્ટાન્ડર્ડ તમામ મોડલોમાં ઉપલબ્ધ છે. Smart મોડલમાં 4 એરબેગ્સ અને Sharpમાં 6 એરબેગ્સ છે.
 • MG Hector ઈન્ટરનેટ સાથે જોડાયેલી છે. હેક્ટરમાં નેક્સ્ડ જનરેશન ઓટોમોટિવ આસિસ્ટન્ટ સિસ્ટમ છે, જેમાં 100% બટન ફ્રી હશે અને અવાજને ઓળખી શકશે.
 • MG Hector પાંચ કલર્સમાં ઉપલબ્ધ છે – ગ્લેજ રેડ, બર્ગંડી રેડ, સ્ટૈરી બ્લૈક, ઓરોરા સિલ્વર અને કેન્ડી વ્હાઈટ

Read Also

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!