નાણાકીય વર્ષ ૨૦૧૯માં ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એકદંરે કર્મચારીઓની સંખ્યામાં ૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. નબળાં નાણાકીય બજારો છતાં પણ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સની માંગમાં વધારો થવાનું આ પરિણામ હતું. એક ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ્સે તેમના બિઝનેસમાં વધારો કરવા માટે દેશનાં નાનાં શહેરોમાં પણ તેમના વિસ્તરણની યોજના બનાવી રહ્યા છે. પ્રીમિયમ એક્ઝિક્યુટિવ સર્ચ કંપની વિટોઅલ્ટર દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડા જણાવે છે કે, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે નાણાકીય વર્ષ ૨૦૧૯માં તેનો સ્ટાફ ૬૨ ટકા વધારીને ૨૧૦૦ કરી દીધો હતો, જ્યારે એચડીએફસી એએમસી ખાતે કર્મચારીઓની સંખ્યા ૨૫ ટકા વધારીને ૧૬૦૦ કરી હતી.

આ ઉપરાંત રિલાયન્સ નિપ્પોન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે નાણાકીય વર્ષ ૨૦૧૯માં તેના સ્ટાફની મજબૂતાઈ ૨૬ ટકા વધારીને ૧૭૦૦ કરી હતી જ્યારે એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડના કર્મચારીઓની સંખ્યા ૩૧ ટકા વધારીને ૧૭૦૦ જેટલી કરી હતી. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૧૯માં તેમના સ્ટાફને આશરે આઠ ટકાથી ૧૨ ટકા ઇન્ક્રિમેન્ટ આપ્યું હતું, જેની સાથે ૨૦-૩૦ ટકા માર્કેટ લિન્ક્ડ ઇન્ક્રિમેન્ટ તથા બોનસનો પણ સમાવેશ થાય છે.

રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટના સીઇઓ સુન્દીપ સિક્કાએ જણાવ્યું હતું કે, અમે આઇપીઓ બાદ ૧૨૦થી વધારે લોકેશન્સનો ઉમેરો કર્યો છે અને હાલમાં અમે દેશના ૩૦૦ લોકેશન્સ પર હાજરી ધરાવીએ છીએ. હજુ પણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે બે કરોડથી ઓછા રોકાણકારો છે જેની સરખામણીએ ભારતની કુલ વસતિ ૧૩૦ કરોડથી વધુની છે, જેને પરિણામે વૃદ્ધિ માટે મોટી સંભાવના છે.
Read Also
- ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા
- ‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં
- વિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું
- શિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે
- અમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો