લોકો શારીરિક સંબંધ બનાવવા માટે ન જાણે કેવાં કેવાં નુસ્ખાઓ અપનાવતા હોય છે. આ જુગાડ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. એવો જ એક મામલો સામે આવ્યો છે. મેક્સકોનાં રીનોસા શહેરનો, જ્યાં એક માણસે આખલાને ઉત્તેજીત કરવા માટેની દવા ખાઈ લીધી હતી. ત્યારબાદ તેને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યુ હતુ. તેની હાલત એટલી હદ સુધી બગડી ગઈ કે ડોક્ટરોએ તેનાં લિંગની સર્જરી કરવી પડી હતી.

આ માણસે એક 30 વર્ષીય મહિલાની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મેક્સિકોમાં આખલાને ઉત્તેજીત કરવાની દવા ખાઈ લીધી હતી. ત્યારબાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે, તેને ઉત્તેજીત અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.


આ વ્યક્તિ 3 દિવસ સુધી ઉત્તેજીત અવસ્થામાં જ હતો. જ્યારે હાલતમાં સુધારો ન થયો તો ડોક્ટરોએ તેનાં લિંગની સર્જરી કરી હતી. અને ત્યારબાદ જઈને તેને આરામ મળ્યો હતો.

આ વ્યક્તિને રીનોસા શહેરની સ્પેશિયલાઈઝ્ડ હોસ્પિટલ નંબર 270માં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે જે દવા ખાધી હતી તેને તે વેરાક્રૂઝ નામની જગ્યાએથી લઈને આવ્યો હતો.

આ દવાને મેક્સિકોનાં ખેડૂતો આખલાને ત્યારે ખવડાવે છે જ્યારે તેમને ગાયોની સાથે પ્રજનનની ક્રિયા કરાવવાની હોય છે. આ દવાના ઉપયોગથી એક આખલો ઘણીબધી ગાયોને ગર્ભ ધારણ કરાવી શકે છે.

રીનોસા શહેર અમેરિકા અને મેક્સિકોની સીમાથી નજીક છે. આ મેક્સિકોના તામાઉલિપસ પ્રાંતમાં આવે છે. અહીં રિયો ગ્રાંડે નદી વહે છે.

સ્પેશિયલાઈઝ્ડ હોસ્પિટલ નંબર 270ના ડોક્ટરોએ હજી સુધી જણાવ્યુ નથીકે, તેનું ઓપરેશન થયા બાદ તે હજી પણ હોસ્પિટલમાં જ છે કે તેને રજા આપી દેવામાં આવી છે.

મેક્સિકોનો વેરાક્રુઝ વિસ્તાર સેક્સ સંબંધિત ડ્રગ્સની દાણચોરી માટે કુખ્યાત છે. વળી, આ વિસ્તાર હથિયારોની દાણચોરી, દેહ વેપાર અને ડ્રગ્સ વેચતી ગેંગ વચ્ચે ગેંગ-વોર માટે પણ જાણીતો છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…