GSTV

ભારતમાં લોકડાઉન હોવા છતાં કોર્ટે આ કારણે રાત્રે 8 વાગ્યે મહિલાના લગ્ન કરાવ્યા, કારણ જાણી કહેશો લગ્ન જરૂરી જ હતા

Last Updated on April 16, 2020 by Pravin Makwana

ભારતીય યુવાન સાથે ઓનલાઈન ચેટિંગ બાદ પ્રેમમાં પડેલી મેક્સિકન યુવતીના લોકડાઉન વચ્ચે લગ્ન કરાવવા માટે અડધી રાતે કોર્ટ ખોલવામાં આવી હતી. આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. હરિયાણાના રોહતકમાં રહેતા નિરંજન કશ્પની ત્રણ વર્ષ પહેલા ઓનલાઈન સ્પેનિશ લેન્ગવેજ કોર્સ શીખતી વખતે મેક્સિકોની યુવતી ડાના ઓલિવેરોઝ ક્રુઝ સાથે દોસ્તી થઈ હતી. બંને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ.

ડાના લગ્ન કરવા ભારત આવી હતી

નિરંજન અને ડાનાએ આ દરમિયાન એક બીજાના પરિવારની મુલાકાત પણ લીધી હતી. બંનેના લગ્નમાં નાગરિકતાનો મુદ્દો અડચણ રુપ બની રહ્યો હતો. આ માટે નિરંજને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એક એપ્લિકેશન પણ કરી હતી. મેજિસ્ટ્રેટે લોકડાઉન પહેલા લગ્ન માટે એક જાહેર નોટિસ બહાર પાડી હતી. એ પછી ડાના લગ્ન કરવા પોતાની માતા સાથે ભારત આવી હતી. એ પછી લોકડાઉન લાગુ થતા તેમના લગ્ન અટવાઈ ગયા હતા. ઼

8 વાગ્યે કોર્ટ ખોલી લગ્ન કરાવ્યા

બીજી તરફ ડાનાની માતાને 24 એપ્રિલે મેકિસકો પાછું જવાનું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટને આ વાતની ખબર પડતા આખરે ગઈકાલે રાતે 8 વાગ્યે કોર્ટ ખોલાવીને તેમના લગ્નની વિધિ પૂરી કરાવડાવી હતી. મેરેજ માટે બંને પક્ષ તરફથી બે-બે સાક્ષી હાજર રહ્યા હતા. જોકે ડાનાની માતા પણ લોકડાઉનના પગલે 5 મેના રોજ મેક્સિકો રવાના થશે.

READ ALSO

Related posts

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!