GSTV
Gujarat Government Advertisement

મેક્સિકોનાં વ્યસનમુક્તિ કેન્દ્રમાં બંદૂકધારીઓએ કર્યો હુમલો, 24નાં કરૂણ મોત અને 7 ગંભીર રીતે ઘાયલ

Last Updated on July 2, 2020 by pratik shah

મેક્સિકોમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મેક્સિકોનાં ઇરાપુઆટો શહેરમાં બુધવારનાં રોજ એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં 24 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હુમલામાં 24 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ

પોલીસે આ મામલે જણાવ્યું હતું કે આ કેન્દ્રની નોંધણી થઈ નથી. ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે હુમલો બુધવારે ઇરાપુઆટો શહેરમાં થયો હતો.

મેક્સિકોમાં વ્યસનમુક્તિ કેન્દ્રમાં બંદૂકધારીઓએ કર્યો હુમલો

સ્થાનીક પોલીસનાં નિવેદન અનુસાર હુમલાખોરોએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં હાજર રહેલા તમામ લોકોને નિશાને રાખ્યા હતા. અહેવાલ મુજબ કોઈનું અહરપણ કરવામાં આવ્યું નથી, શામાટે આ હુમલો થયો છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ ઇરાપુઆટો શહેરનાં ગવર્નરે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે નશીલા દ્વવ્યોની દાણચોરી કરનાર ગેન્ગ આ કામમાં શામેલ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Creative Farming: કોટાના ખેડૂતે વિકસાવી કેરીની એવી જાત જે આપશે 12 મહિના ફળ

Pritesh Mehta

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 58 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યમાં વરસાદના જોરમાં થયો ઘટાડો

pratik shah

પૂર્ણ રાજ્ય/ પીએમઓમાંથી ફોન જતાં મહેબૂબા તૈયાર થયાં, કાશ્મીરમાં મોદી સરકાર ભરી શકે છે પારોઠનાં પગલાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!