GSTV

આ શહેરમાં ફૂટપાથ પર વેચાય છે ડ્રગ્સ, ખુલ્લેઆમ દેહવેપાર કરીને ફેલાવવામાં આવી રહ્યો છે HIV

Last Updated on September 11, 2020 by Mansi Patel

ભારતમાં આ સમયે ડ્રગ ડીલર્સની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ દેશમાં છૂપાયેલાં ડ્રગ ડીલર્સની ચર્ચામાં તેજી આવી ગઈ છે. એવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએકે, દુનિયાના તે દેશ વિશે જ્યાં રસ્તા ઉપર ડ્રગ વેચવામાં આવી રહ્યુ છે. સૌથી મોટી વાત એ છેકે, આ દેશમાં HIV પીડિતોની સંખ્યા પણ ઘણી વધારે છે. એટલેકે, અહીં રહેતાં લોકો ડ્રગ્સ લઈને એક-બીજાને HIV ફેલાવી રહ્યા છે. 30 લાખની આબાદીવાળા દેશમાં રહેતાં 125માંથી 1 શખ્સ HIV પોઝિટિવ છે. આ શહેર છે મેક્સિકોનું તિજુઆના શહેર. આ શહેર પર ડ્રગ્સ ડીલરનું રાઝ ચાલે છે. આ શહેરમાં રાત્રિજીવનનાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ રીતે આ શહેરને બરબાદ કરી રહ્યા છે ડ્રગ માફિયાઓ…

મેક્સિકોનું આ શહેર અમેરિકા-મેક્સિકો બોર્ડર પર આવે છે. અહીંનાં તિજુઆના શહેરમાં ડ્રગ ડીલર્સનો આતંક છે. અહીં તમે લોકોને ફૂટપાથ પર ડ્રગ્સ વેચતા જોઈ શકશો. અહીં પાવડરથી માંડીને ઈંજેક્શન્સ સુધીના ડ્રગ્સ કન્ઝ્યુમ કરવામાં આવે છે.

આ શહેરમાં ડ્રગ્સ ઉપરાંત પ્રોસ્ટીટ્યૂશન તે જ લેવલ પર ફેલાયેલું છે. અહીં અસુરક્ષિત સેક્સને પ્રોત્સાહન આપવામાં માને છે. કદાચ આ જ કારણ છે કે આ દેશમાં HIV પીડિતોની સંખ્યા વધુ છે. અહીં આવેલા એક અહેવાલ મુજબ, દર 125 લોકોમાંથી એકને HIV છે.

ફોટોગ્રાફર મેલ્કમ લિંટન અને લેખક જૉન કોહેને આ શહેરમાં રહીને અહીંના લોકોનું જીવન ખૂબ નજીકથી જોયું છે.

આ ફોટોગ્રાફરોએ લોકોની લાઈફ બતાવવા માટે ફોટા પાડ્યા અને લોકોને સામે મૂક્યા. જેમાં તેમણે બતાવ્યું કે કેવી રીતે ડ્રગ્સ અને એચ.આય.વી દ્વારા શહેરને બરબાદ કરાયું છે.

રાત્રે અહીં લોકોનું જીવન અલગ થઈ જાય છે. રસ્તા પર ડ્રગ્સ વેચાય છે. ડ્રગ માફિયાઓમાં કોઈ પણ પ્રકારનો કોઈ ભય નથી.

ડ્રગ્સને કારણે લોકોનું જીવન અહીં દાવ પર લાગેલું રહે છે. ઘણા લોકો માર્યા ગયા છે. અહીં રહેતા ઘણા બાળકો આના કારણે અનાથ થયા છે.

ઘણા બાળકો પણ HIV પોઝિટિવ છે. સરકાર તેમના પર લગામ લાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આવું થઈ રહ્યું નથી.

ઘણા ડ્રગ તસ્કરો જેલમાં બંધ છે, પરંતુ તેમ છતાં, અહીં તસ્કરીના કેસો ઓછા થતા નથી. એમ કહી શકાય કે આ શહેર તસ્કરોનું સૌથી બેસ્ટ અડ્ડો છે.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!