70 લકઝરી વિમાનો અને 60 હેલિકોપ્ટરની આ સરકાર કરશે હરાજી , રાષ્ટ્રપતિએ કર્યો ઇનકાર

મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુએલ લોપેઝ ઓબ્રાડોર આ વર્ષે જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા પછી મોટા અને લોકપ્રિય નિર્ણયો કરી રહ્યા છે. આવા એક નિર્ણયમાં પોતાને મળતા જેટ્સ વિમાનની હરાજીનો છે. ઓબ્રાડોરે દેશના 70 વિમાનો અને 60 હેલિકોપ્ટરની હરાજીની જાહેરાત કરી છે. આ તે વિમાનો છે જેનો ઉપયોગ અગાઉના રાષ્ટ્રપતિઓ દ્વારા કરવામાં આવ્યાં છે. જે એક વિમાનની હરાજીની સૌથી વધુ ચર્ચા છે, તે બોઇંગ 787-8 છે. આ વિમાન 2012 માં તત્કાલિન રાષ્ટ્રપતિ ફેલીપ કાલ્ડેરન દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું અને વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે સત્તા ભ્રષ્ટ રાજકારણીઓ વ્યક્તિગત કામમાં આ વિમાનોનો ઉપયોગ કર્યો છે.

રાષ્ટ્રપતિનું વિમાન બોઇંગ 787-8 લક્ઝરી સુવિધાથી સજ્જ

બોઇંગ 787-8ની કિંમત 21.87 મિલિયન ડોલર (1559 કરોડ રૂપિયા) છે. મેક્સિકોના ફાઇનાન્સ સચિવાલયે જણાવ્યું હતું કે, બોઇંગ 787-8 વિમાનની હરાજી કેલિફોર્નિયામાં આવેલા વિક્ટરવિલેમાં થશે. મેક્સીકન રાષ્ટ્રપતિનું વિમાન બોઇંગ 787-8 લક્ઝરી સુવિધાથી સજ્જ છે. કોઈ પણ બાબતમાં આ લક્ઝરી હોટલ કરતા ઓછું નથી. તેની પાસે વૈભવી બેઠકો, વૈભવી ડબલ પથારી અને ઉચ્ચ-તકનીકી સુવિધાવાળા મોટા-મોટા ટોઇલેટ છે. આ વિમાનમાં રાષ્ટ્રપતિની ઑફિસ પણ છે. તેમાં વાયરલેસ, વાઇ-ફાઇ, કોન્ફરન્સ રૂમ, એન્ટરટેઇનમેન્ટ રૂમ સહિતની ઘણી વૈભવી સુવિધાઓ પણ છે. સાદગીથી જીવન જીવવાનું પસંદ કરે છે મેક્સિકોના રાષ્ટ્રપતિ મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ સાદગીથી જીવન જીવવા માટે જાણીતા છે. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાનો ઇનકાર કર્યો છે. તે જ સમયે તેઓએ નક્કી કર્યું છે કે તેઓ તેમના માટે ફક્ત 40 ટકા પગારનો ઉપયોગ કરશે.

લોપેઝ ઓબ્રાડોરે તેના બોડીગાર્ડને રાખવાનો પણ ઇનકાર કર્યો

લોપેઝ ઓબ્રાડોર મેક્સિકોના રાષ્ટ્રપતિ બન્યા પછી તે જ નાની વ્હાઈટ કારમાં મુસાફરીમાં ઉપયોગ કરે છે, જે તે રાષ્ટ્રપતિ બન્યા પહેલા કરતા હતા. લોપેઝ ઓબ્રાડોરે તેના બોડીગાર્ડને રાખવાનો પણ ઇનકાર કર્યો છે. સાથે જ સામાન્ય લોકોની જેમ સામાન્ય ફ્લાઇટ્સમાં મુસાફરી કરે છે. ચૂંટણીમાં આપ્યું હતું વિમાન વેચવાનું વચન 1 જુલાઇના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓબ્રાડોરે એક મોટી જીત મેળવી છે. તેમણે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર સામેની મજબૂત લડાઈ લડવાનું વચન આપ્યું હતું. તેમનો કાર્યકાળ 6 વર્ષનો છે.

શાનદાર વિમાનમાં મુસાફરી કરવી મારા માટે શરમજનક રહેશે

ચૂંટણીના વચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બન્યા પછી, તેઓ સરકારી વિમાનોને બોઇંગ 787-8 ડ્રીમલાઇન ટી.પી.-101ને વેચી દેશે અને વિમાન વેચવા પર મળેલા નાણાંનો દેશના ગરીબોના કલ્યાણમાં ઉપયોગ કરશે.  ઓબ્રાડોરે કહ્યું હતું કે, ‘આવા ગરીબ દેશના રાષ્ટ્રપતિ બનીને આવા શાનદાર વિમાનમાં મુસાફરી કરવી મારા માટે શરમજનક રહેશે.’ વિમાન માટે રૂ. 691 કરોડની ઓફર મેક્સિકોના રાષ્ટ્રપતિને લક્ઝરી જેટ પ્લેન ખરીદવા માટે વેપારી તરફથી મોટી ઓફર ઓફર કરવામાં આવી છે. ગુસ્તાવ ગીમેન્સ પોન્સ નામના આ ઉદ્યોગપતિએ આ વિમાન માટે રૂ. 691 કરોડની ઓફર કરી છે. પોન્સ આ વિમાનને ઉબેર ટેક્સીની જેમ ભાડે આપવા માંગે છે અને તેના માટે કલાક દીઠ અંદાજે 20,000 ડોલર ચાર્જ કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter