ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL2023)ની સિઝન અંતિમ ચરણમાં છે. આવતીકાલે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીજો ક્વોલિફાયર મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખેલાવાનો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે મેચને લઈ મેટ્રો ટ્રેનની ટિકિટ પણ સ્પેશિયલ બનાવાઈ છે. GMRCએ સ્પેશિયલ પેપર ટિકીટ બહાર પાડી છે. 25 રૂપિયાના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) જણાવ્યું કે, અમદાવાદમાં આઈપીએલની મેચોના પગલે મેટ્રો સેવાનો સમય પણ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 7 વાગ્યાથી રાત્રિના 1:30 વાગ્યા સુધી ટ્રેન સેવાની સુવિધા મળશે.
ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું છે જ્યારે શુક્રવારે રમાનારી મેચ ગુજરાત અને મુંબઈમાંથી જે ટીમ જીતશે તે ચેન્નઈ સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલની ફાઈનલ મેચ 28મી મેના રોજ રવિવારે રમાશે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો