GSTV
Home » News » મેટ્રો રેલ પ્રોજેક્ટ : આંગણવાડી અચાનક ખાલી કરવાની સૂચના આપતાં લોકોમાં રોષ

મેટ્રો રેલ પ્રોજેક્ટ : આંગણવાડી અચાનક ખાલી કરવાની સૂચના આપતાં લોકોમાં રોષ

અમદાવાદમાં મેટ્રોરેલ પ્રોજેક્ટ હેઠળ અનેક લોકોએ મકાનો અને દુકાન ગુમાવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, નાના ભૂલકાં પણ રસ્તા પર આવી જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. અમરાઈવાડી વિસ્તારમાં એક આંગણવાડી પણ કપાતમાં આવી રહી છે. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં લોકોમાં રોષ ફેલાયો છે.

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ તેની ગતિએ ચાલી રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ રૂટ પર આવતાં અનેક મકાનમાલિકો અને દુકાનદારો તેમની મિલકત કપાતમાં જતી હોવાથી ચિંતિત છે. પુર્વ વિસ્તારમાં મેટ્રોરેલ પ્રોજેક્ટ અંતર્ગત વસ્ત્રાલમાં 135 મિલકતોનો  વત્તા-ઓછા અંશે ભોગ લેવાશે.

તો અમરાઇવાડીમાં પણ 150 જેટલી મિલકતને અસર થશે. થલતેજની વાત કરીએ તો આ પ્રોજેક્ટને કારણે 147 કોમર્શીયલ અને 139 રેસીડેન્સીયલ મકાનોને અસર થાય છે. તેવામાં ભૂલકાઓ જ્યાં એકડો ઘૂંટવાની હજુ તો શરૂઆત કરે છે તેવી આંગણવાડી પણ બાકાત રહી નથી. અમરાઈવાડી વિસ્તારમાં આવેલી આ આંગણવાડી કપાતમાં જતાં સંચાલકો રોષે ભરાય છે. સંચાલકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ કે લેખિત કાર્યવાહી કર્યા વીના આંગણવાડી ખાલી કરવાની સૂચના આપી છે. આંગણવાડી અચાનક જ ખાલી કરવાની સૂચનાથી ભૂલકાંઓના ભવિષ્ય પર માઠી અસર પહોંચી છે ત્યારે સંચાલક સહિત વાલીઓમાં રોષ ફેલાયો છે.

CRICKET.GSTV.IN

આ આંગણવાડી છેલ્લા 15 વર્ષથી અહીં ચાલે છે. જ્યાં આસપાસના અનેક બાળકો અહીં આવે છે. મેટ્રો રેલ તંત્રએ નવી આંગણવાડીના ભાડા પેટે માત્ર 700 રૂપિયા અને લાઈટબીલ માટે 200 રૂપિયા આપવાની વાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે આ આંગણવાડીની જમીન સરકારી છે. તેથી આ જગ્યા ખાલી કરવી પડે તેમ છે.

વિકાસના નામે અનેક લોકોની મિલકતો પર બુલડોઝર ફરશે. એક બાજુ અનેક બેઘરને ઘરનું ઘર બને તેવું સપનું સાકાર કરવા સરકાર જાહેરાતો કરે છે. તો બીજી બાજુ જેમનું સપનાનું ઘર હકિકતમાં છે તેવી મિલકતો તોડવામાં આવશે. મેટ્રો રેલ ભાજપ સરકાર માટે વિકાસનો પ્રોજેક્ટ છે. પણ આ અસરગ્રસ્તો માટે વિનાશનો પ્રોજેક્ટ બની રહ્યો છે.

Related posts

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

Nilesh Jethva

કચ્છના હરામીનાળા પાસેથી બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

Nilesh Jethva

પારડીની બે કંપનીમાં આગ લાગતા મચી અફરા તફરી, પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!