GSTV
Home » News » મુંબઇ મેટ્રો વિવાદ: આરેમાં મેટ્રો કાર શેડ મામલે ભાજપ-શિવસેનાએ સામસામે તલવાર તાણી

મુંબઇ મેટ્રો વિવાદ: આરેમાં મેટ્રો કાર શેડ મામલે ભાજપ-શિવસેનાએ સામસામે તલવાર તાણી

મુંબઇ મેટ્રો માટે ખેડૂતો-પર્યાવરણ પ્રેમીઓ અને મહારાષ્ટ્રની ભાજપ સરકારે સામસામે બાંયો ચડાવી છે. જો કે આ મામલે આરે જંગલને બચાવવા માટે ભારે મહેનત થઇ રહી છે, તેમજ સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. જો કે હવે મેટ્રો વિવાદમાં રાજકિય બંધુઓ ગણાતા શિવસેનાં અને ભાજપે પણ એકબીજા સામે નિવેદનની તલવાર તાણી છે.

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાનાં યુવા નેતા આદિત્ય ઠાકરેએ આરે જંગલમાં વૃક્ષોની આડેધડ કરાતી કટીંગ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેટ્રો કાર શેડને વિકાસ માટે જરૂરી ગણાવ્યો. તો બીજી તરફ આદિત્ય ઠાકરેએ આ વાતનો વિરોધ કર્યો.

શિવસેનાનાં યુવા નેતા આદિત્ય ઠાકરેને જ્યારે પુછવામાં આવ્યું કે, આરે મુદ્દે તમે કેટલી ગંભીર છો? CM દેવેન્દ્ર ફડણવીસ તો કહે છે કે મેટ્રો કાર શેડ તો ત્યાં જ બનશે. તો આ મામલે આદિત્ય ઠાકરેએ જણાંવ્યું કે આરે કોલોનીને તોડવી જોઇએ નહિં. આ કેસ આદિત્ય વર્સીસ સીએમનો નથી. આ મુદ્દો ભાજપ સામે શિવસેનાનો પણ નથી. આ મામલો મુંબઇ વર્સીસ પર્યાવરણનો છે.

આદિત્ય ઠાકરેએ જણાંવ્યું કે અમે મેટ્રોને વિરોધ નથી કરતા. જ્યારે મેટ્રો બિલ પસાર કરાયું ત્યારે શિવસેનાએ પણ સાથ આપ્યો હતો. આ અમારો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે. પરંતુ આ માત્ર આરે જંગલમાં 2700 ઝાડ કાપવાનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર ઇકો સિસ્ટમ સાથે જોડાયેલો છે. આરે જંગલમાં જાનવરો પણ છે અને અન્ય ચીજ-વસ્તુઓ પણ છે. આદિત્ય ઠાકરે એ જણાંવ્યું કે કાર શેડનો પ્રસ્તાવ કેબિનેટમાં નહોતો આવ્યો. ટ્રી કમેટીમાં અમે આ પ્રસ્તાવને ખારીજ કર્યો હતો. આદિત્ય ઠાકરેએ જણાંવ્યું કે, મુંબઇમાં અન્ય જગ્યાએ પણ નિર્માણ કાર્યમાં સમસ્યારૂપ જગ્યાનો વિવાદ ઉકેલવામાં આવ્યો છે, અહિં પણ આવું જ થવું જોઇએ.

શું છે સમગ્ર મામલો?

હકીકતે મુંબઇનાં આરેમાં મેટ્રો કાર શેડ બનવાનો છે. આ માટે આરં જંગલનાં 2700 વૃક્ષો કપવામાં આવી રહ્યા છે, જેનો વિરોધ થઇ રહ્યો છે. મેટ્રો માટે વૃક્ષની કાપણી કરવા મામલે લોકો મુંબઇનાં રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ જાણીતા ગાયિકા લત્તા મંગેશકર, અભિનેત્રી શ્રદ્ધા કપૂર વગેરે હસ્તીઓએ વૃક્ષો આડેધડ કાપવાનો વિરોધ કર્યો હતો.

READ ALSO

Related posts

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari

રાજસ્થાનમાં ગહેલોતે જાળવ્યો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને 961 અને ભાજપને 737 વોર્ડમાં મળી જીત

Mansi Patel

મહારાષ્ટ્રની મોંકાણમાં શિવસેનાની અગ્નિપરીક્ષા, નેતાઓને હવે ભાજપ લાગી રહી છે સારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!