GSTV
Gujarat Government Advertisement

ઓ બાપ રે આ શું: મેટ્રો ટ્રેનનો પુલ તૂટીને નીચે પડ્યો, હવામાં જ લટકી રહી ટ્રેન, 20 લોકોના થયા મોત

Last Updated on May 4, 2021 by Harshad Patel

મેક્સિકો સીટીમાં અચાનક મેટ્રોનો પુલ તુટીને પડી ગયો અને ખૂબજ તેજ ઝડપે મેટ્રો ટ્રેન હવામાં લટકી ગઈ છે. આ દુર્ઘટનામાં 20 લોકોના દર્દનાક મોત થયા છે. અને 49 લોકો ઘાયલ થયેલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બતાવાઈ રહ્યું ચે કે આ દુર્ઘટના સોમવારની મોડી રાત્રે થઈ છે.

પુલ તુટતાં જ અફરાતફરીનો માહોલ બન્યો

મીડિયા રિપોર્ટ મુજબ જેવો મેટ્રોનો પુલ નીચે પડ્યો, તુરંત અફરાતફરીનો માહોલ બની ગયો હતો. અને ચીસાચીસ અને નાશભાગ મચી ગઈ હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ પોલિસ અને બચાવદળ સમયસર પહોંચી ગયો. પોલિસે દુર્ઘટનામાં ઘાયલ લોકોની સારવાર માટે હોસ્પિટલોમાં પહોંચાડ્યા છે. અને ડેડબોડીને કબજે લઈ લીધી છે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે. અને ઈજાગ્રસ્ત લોકોને મેટ્રો ટ્રેનથી બહાર નીકળવાની કામગીરી ચાલુ છે.

49 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

મળતા સમાચારો મુજબ મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શિનબાઉમનું કહેવું છેકે મેક્સિકો સિટી મેટ્રો દુર્ધટનામાં 20 લોકોના મોત થયા છે. અને 49 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.મેક્સિકો સિટીમાં વ્યસ્ત રોડ પરની મેટ્રોલાઈન પર ગત રાત્રે સ્થાનિય સમય 10.30 કલાકે મેટ્રો લાઈન 12 નબર પર દુર્ઘટના ઘટી છે.

વિદેશ મંત્રી માર્સેલો એબરાર્ડ મેક્સિકો સિટીના મેયર હતા

જણવાઈ રહ્યું છે કે આ મેટ્રોલાઈનનું નિર્માણ ત્યારે કરાયું હતું કે, જ્યારે વિદેશ મંત્રી માર્સેલો એબરાર્ડ મેક્સિકો સિટીના મેયર હતા. માર્સેલો એબરાર્ડ ટ્વિટ કરીને કહ્યું કે આ દુર્ધટના થઈ તે દુખદ છે. આ ઘટનાના પીડિતો અને તેના પરિવાર માટે સરાહના વ્યક્ત કરું છું. આ દુર્ઘટનાની તપાસ કરાવવી જોઈે. અને દોષીતોને સજા મળવી જોઈએ. મદદ માટે તમામ તૈયારીઓ દર્શાવું છું. જરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સર્વે: ગુજરાતમાં કોરોનાએ વાલીઓની કમર તોડી નાખી, સંતાનોની ફી ભરવામાં પડી રહ્યા છે ફાંફા, ચિંતાજનક સ્થિતી

Pravin Makwana

જાતીય જીવન/ સંભોગમાં મહિલાઓનો રસ ઓછો થવા પાછળ આ એક કારણ છે જવાબદાર

Bansari

કામનું/ LICની આ પોલિસીમાં કરો રોકાણ, નહિ રહે મંથલી ખર્ચનું ટેન્શન! દર મહિને મળશે 9 હજાર રૂપિયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!