GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

#MeToo : ડિરેક્ટરે કહ્યું હતું ‘કપડા ઉતાર’, આ જાણીતી TV એક્ટ્રેસે જણાવી આપવીતી

મી ટૂ અભિયાન હેઠળ યૌન શોષણના અનેક કિસ્સા સામે આવ્યાં છે. બોલીવુડમાં ઘણી મહિલા કલાકારોએ પોતાની આપવીતી જણાવી છે. તેવામાં હવે ટીવી શૉ ‘દિલ સે દિલ તક’ ફેમ જસ્મીન ભસીને પણ પોતાની આપવીતી જણાવી છે.

જાસ્મીને જણાવ્યું કે, જ્યારે હું મુંબઇ આવી હતી ત્યારે હું અલગ અલગ ઑડિશન્સ અને મીટીંગ્સ માટે જતી હતી. આ દરમિયાન મારી એજન્સીએ મને એક મીટીંગ વિશે જાણ કરી. એજન્સીએ જણાવ્યું કે એક ડાયરેક્ટર છે જે એક ફિલ્મ બનાવવા માંગે છે. તારે તેમને મળીને ઑડિશન્સ આપવા જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

જાસ્મીને કહ્યું કે, હું ઑડિશન આપવા માટે ગઇ. ડાયરેક્ટરની ઑફિસ વર્સોવામાં હતી. અમારી વાતચીત શરૂ થઇ તો મને થોડી અસહજતાં થઇ. તેમણે શરૂઆતમાં મને પૂછ્યું કે તુ એક્ટ્રેસ બનવા માટે કઇ હદ સુધી જઇ શકે છે. શું કરી શકે છે. આવી વાતોમાં જ તેમણે મને કહ્યું કે હું તને બિકીનીમાં જોવા માગુ છું. શું તુ મને કપડા ઉતારીને બતાવીશ. ત્યારે મને સમજાઇ ગયું કે કંઇક ગરબડ છે. મે તેમને કહ્યું કે રોલમાં તો એવી કોઇ ડિમાન્ડ નથી. તેથી મને નથી લાગતું કે કોઇ યુવતી સાથે વાત કરવાની આ યોગ્ય રીત છે.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

ડાયરેક્ટરે મને કહ્યું કે હું એમ જ તારુ બૉડી લુક્સ જોવા માગુ છુ. તે સમયે મે સ્માર્ટલી કામ લીધું. મે વિચારી લીધુ હતું કે હું આ પરિસ્થિતીમાંથી ભાગી ન શકું. મે તેમને કહ્યું કે જે પ્રમાણે તમે ઇચ્છો છો તે પ્રમાણે ઑડિશન આપવા માટે હું તૈયાર નથી, આપણે ફરી ક્યારેક મળીશું એટલું કહીને હું ત્યાથી નીકળી ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

ત્યાર બાદ મે એજન્સીને સમગ્ર ઘટના જણાવી. કોઇપણ તેનાથી ઇનકાર ન કરી શકે કે આ શોષણ નથી. મહિલાઓને આવી પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરવો તે ખ્યાલ હોવો જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) on

ઉલ્લેખનયી છે રે જાસ્મીન ટશન-એ-ઇશ્ક અને દિલ સે દિલ તક જેવા શૉમાં લીડ રોલમાં જોવા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં જાસ્મીને અનેક સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

Related posts

કોરોનાકાળમાં રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યા 49 અને 69 રૂપિયાનાં સસ્તા પ્લાન્સ, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે આ સુવિધાઓ

Mansi Patel

શું તમે ચહેરાને બેદાગ અને સુંદર બનાવવા માગો છો ? તો આજે જ ઉપયોગ કરો આ સંજીવની સમાન વસ્તુનો

Ankita Trada

ડાયટ ચાર્ટમાં હાઈ પ્રોટીન લેવાથી બનશો આ ખતરનાક બીમારી ભોગ, જાણો કેટલા પ્રમાણમાં લેવું જોઈએ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!