GSTV
Home » News » METOO અભિયાન હેઠળ અભિનેત્રીએ લગાવ્યા હતા છેડતીના આરોપ, અભિનેતાને મળી ક્લિનચીટ

METOO અભિયાન હેઠળ અભિનેત્રીએ લગાવ્યા હતા છેડતીના આરોપ, અભિનેતાને મળી ક્લિનચીટ

તનુશ્રી દત્તાએ ગયા વર્ષે અભિનેતા નાના પાટેકર સામેના જૂના કેસમાં છેડખાનીનો આરોપ લગાવ્યા હતા. ત્યારે બોલીવુડમાં મીટૂ અભિયાનની શરૂઆત થઈ હતી. આ કેસ નોંધપાત્ર રીતે વધ્યો અને મુંબઇ પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. મુંબઈ પોલીસે આ બાબતની તપાસ કરી.

હવે આ કિસ્સામાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં પોલીસે નાના પાટેકર સામે તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી.ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં નાના પાટેકરને પોલીસ પાસેથી ક્લીન ચીટ મેળવવાના સમાચાર મળ્યા હતા. જો કે, આવા અહેવાલો પ્રકાશમાં આવ્યા પછી, તનુશ્રી દત્તાએ સ્પષ્ટ કર્યું હતું કે જે અહેવાલો ફેલાય છે તે માત્ર અફવા છે.

તનુશ્રીએ કહ્યું: “મીડિયામાં, નાના પાટેકરને જાતિયસતામણીના કેસમાં પોલીસ દ્રારા ક્લીન ચીટ મેળવી છે તેવા ખોટા સમચાર ચાલી રહ્યા છે. ત્યારે આ મામલે તનુશ્રીએ જણાવ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મુંબઇ પોલીસે આવા કોઈ નિવેદન કર્યા નથી. તેની મારા વકીલે પુષ્ટિ કરી છે અને મીટૂ મામલે તપાસ ચાલી રહી છે.

ગયા વર્ષે, તનુશ્રીએ નાનપાટેકરને “હોર્ન ઓકે પ્લીઝ” ફિલ્મના સેટ પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ મૂક્યો હતો. એક મુલાકાતમાં, તનુશ્રીએ વર્ષો જૂના કેસ વિશે કહ્યું હતું કે, “નાના પાટેકરે મને ગીતનાં સ્ટેપ શીખવવાના બહાને ટચ કરી હતી. તેમણે મને ખૂબ જ ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. નાના આ કાર્ય પછી તનુશ્રી ફિલ્મમાંથી બહાર નિકળી ગઈ હતી. અને રાખી સાવંતને તેની જગ્યાએ લાવવામાં આવી હતી. “

READ ALSO

Related posts

અમદાવાદીઓ ચોમાસામાં ભૂવાથી પરેશાન તો કોર્પોરેટરો પ્રજાના પૈસે કરશે તિરૂપતીનો પ્રવાસ

Nilesh Jethva

વેસ્ટઈન્ડિઝની ટીમને લાગ્યો મોટો ઝાટકો, આ ખતરનાક ખેલાડી થયો વર્લ્ડકપમાંથી બહાર

Mansi Patel

સાઉદી અરબના આભા ઓરપોર્ટ પર ડ્રોન હુમલો, એકની મોત 21 ઘાયલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!