GSTV
Gujarat Government Advertisement

કોરોનાથી ઝઝૂમી રહેલા ડાયાબિટીસના દર્દી માટે સંજીવની સાબિત થઈ શકે છે આ દવા

કોરોના વાયરસના મામલા દરરોજ વધી રહ્યા છે. આ મહામારીથી મરનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. સામાન્ય દર્દીઓની સરખામણીમાં શુગરના દર્દી કોરોના વાયરસથી લડી શકતા નથી. ઈમ્યૂન સિસ્ટમ કમજોર હોવાના કારણે તેમની મોત થઈ રહી છે. એવામાં વૈજ્ઞાનિ ઉપલબ્ધ દવાઓમાંથી જ વાયરસની કાટ શોધવામાં લાગી ગયા છે. આ વચ્ચે વર્ષો જૂની મેટફોર્મિન નામની દવા કોરોના વાયરસથી ઝઝૂમી રહી છે, શુગરના દર્દીઓ માટે આશા બનીને ઉભરી છે.

પરિણામ શ્રેષ્ઠ જોવા મળી રહ્યા છે

કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટીની પલમોનરી એન્ડ ક્રિટિકસ કેર મેડિસનના વિભાગાધ્યક્ષ ડૉ. વેદ પ્રકાશે કહ્યુ કે, અમેરિકાના મિનીસોટા યૂનિવર્સિટી અને ચીનના વુહાન સિટીમાં મેટફોર્મિન દવાનું પરીક્ષણ ડાયબિટીઝથી ઝઝૂમી રહેલા Covid-19ના દર્દીઓ પર કરવામાં આવી છે. જેના પરિણામ શ્રેષ્ઠ જોવા મળી રહ્યા છે. અહીંયા પણ દાખલ દર્દીઓને આ દવા આપીને તેની અસરનું આંકલન કરવામાં આવશે.

દવાના સાઈડ ઈફેક્ટ પણ જોવામાં આવ્યા

તેમણે કહ્યુ છે કે, તે માટે પલમોનરી અને ક્રિટિકલ કેયર મેડિસિન આ પર શોધ કરશે અને મેરઠ રેન્જમાં આવતા બધા હોસ્પીટલોને પણ આ દવા પર શોધ કરી ડાયાબિટીઝના દર્દીઓને આપવામાં આવશે. વેદ પ્રકાશ જણાવે છે કે, દવા ખાસ કરીને ઈન્ફ્લૂએન્જા માટે બનાવવામાં આવી હતી. આ દવાના સાઈડ ઈફેક્ટ પણ જોવામાં આવ્યા છે. સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો આ દવા ખાધા બાદ શુગરના લેવલને ઓછી કરી દે છે.

સૌથી વધારે મોત ડાયાબિટિક પેશન્ટની થઈ રહી છે

તેમણે કહ્યુ કે, મેટફોર્મિનનો સકારાત્મક રોલ સામે નીકળીને આવ્યો છે. કોવિડ-19થી જે મોત થઈ રહી છે તે વધારે પડતા ડાયાબિટિક પેશન્ટની થઈ રહી છે. મિનિસોટા અને વુહાનમાં કરવામાં આવેલી સ્ટડી દરમિયાન મળી આવ્યુ છે કે, જે દર્દી ડાયાબિટિક હતા અને મેટફોર્મિન દવા લઈ રહ્યા છે તેમના મોત ઓછા થઈ રહ્યા છે. અમે લોકો પણ તેના પર સ્ટડી કરશું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નિયંત્રણો ફરી એક વખત લંબાવવામાં આવ્યા, જેના કારણે અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓની હાલાકી વધી

pratik shah

હેલ્થ ટિપ્સ / ઘણા બધા રોગોનો ઇલાજ છે નારિયેળ: દરરોજ પીઓ કોકોનટ મિલ્ક, પછી જુઓ તેના ફાયદા

Bansari

ટેક્નિક / લોકોની આતુરતાનો અંત, WhatsApp બેકઅપમાં આવી રહ્યું છે સૌથી મોટું ફીચર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!