GSTV

રાજકારણના હવામાન વિજ્ઞાની કહેવાતા હતા પાસવાન : ચૂંટણી પહેલાં જ ભાખી લેતા હતા ભવિષ્ય, જાણો શું છે આ મામલો

Last Updated on October 10, 2020 by Karan

બિહારમાં લોકશકિત પક્ષના સ્થાપક અને  વિશાળ જનાધાર ધરાવતા કદાવર નેતા  સ્વ રામ વિલાસ પાસવાને એક કે બે નહી ૬ વડાપ્રધાનો સાથે કામ કર્યુ હતું, ગુરુવારે પાસવાનનું લાંબી બીમારી બાદ અવસાન થતા રાજકિય વર્તુળોમાં શોકનો માહોલ જોવા મળે છે. પાસવાનનો સૌથી મોટો રેકોર્ડ તો એ હતો  કે તેમણે કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હોય, મોરચાની હોય કે ભાજપની તેમને ચોકકસ સ્થાન મળતું હતું, તેઓએ આમ તો બિહારમાં રાજકિય પક્ષ સ્થાપ્યો હતો પરંતુ તેની રાષ્ટ્રીય રાજકારણની સમજ અને રાજકિય હવામાનને પકડવાની અદભૂત આવડત હતી આથી જ તો તેમને રાષ્ટ્રીય રાજકારણના મૌસમ વિજ્ઞાની તરીકેની ઉપમા મળી હતી.  રાજકિય નેતા ૯ વાર સાંસદ અને ૭ વાર કેબિનેટ મંત્રી બન્યા હતા. અનુસૂચિત જાતિઓ માટે અવાજ બુલંદ કરનારા પાસવાન કેન્દ્રમાં સરકાર અંગેની પોતાની રણનીતિમાં અને અનુમાનમાં ભાગ્યે જ ફેલ જતા હતા.

તેઓ સાત વાર કેબિનેટ પ્રધાન રહયા

૧૯૭૭માં પ્રથમવાર સાંસદ બન્યા હતા. ત્યાર પછી ૧૯૮૦, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૧૪ના લોકસભા ઇલેકશનમાં ચુંટાયા હતા. ૧૯૮૪ અને ૨૦૦૯ની લોકસભા ચુંટણીમાં પાસવાનની હાર પણ થઇ હતી. તેઓ સાત વાર કેબિનેટ પ્રધાન રહયા જેમાં ૨ વાર અટલ બિહારી વાજપેયીની સરકાર, ૨ વાર નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન રહયા હતા.

પાસવાન છેલ્લા ૩૨ વર્ષ દરમિયાન ૧૧ ચુટણી લડયા જેમાંથી ૯ વાર જીત મેળવી

વિશ્વનાથ પ્રતાપસિંહની જનતા દળ સરકાર, એચ ડી દેવ ગૌવડા સરકાર, ઇન્દ્રકુમાર ગુજરાલ સરકાર અને ડો મનમોહનસિંહની યુપીએ સરકારમાં પણ કામ કર્યુ હતું.  ૧૯૯૬થી ૧૯૯૮ સુધી હાજીપુરના સાંસદ તરીકે ચુંટાયેલા પાસવાન રેલમંત્રી રહયા હતા. ૧૯૯૯થી ૨૦૦૦ સુધી કેન્દ્રીય સૂચના અને પ્રસારણમંત્રી, ૨૦૦૧થી ૨૦૦૨ સુધી કેન્દ્રીય ખનીજમંત્રી, ૨૦૦૪થી ૨૦૦૯ સુધી કેન્દ્રીય રસાયણ અને ખાતર ઉધોગમંત્રી, જયારે ૨૦૧૫માં ગ્રાહક અને ઉપભોગતા વિભાગના મંત્રી રહયા હતા. પાસવાન છેલ્લા ૩૨ વર્ષ દરમિયાન ૧૧ ચુટણી લડયા જેમાંથી ૯ વાર જીત મેળવી હતી.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!