GSTV

હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી : આગામી 2-3 દિવસ રહેશે ભારે, ગુજરાતમાં પણ મોટી આગાહી

દિલ્હી અને એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારોમાં બુધવારના રોજ સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જો કે, તેની સાથે સાથે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા હોવાની વિગતો આવી રહી છે. આ બાજૂ હવામાન વિભાગે પણ ગુરૂવારના રોજ ચેતવણી આપતા કહ્યુ હતું કે, દેશના અનેક ભાગોમાં આગામી 2-3 દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે.

2-3 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યુ હતું કે, ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી અને ઉત્તરી ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટ પાસે લો પ્રેશરના બનેલુ છે. ચોમાસુ અને અરબ સાગરની આવેલા પ્રેશરના કારણે દક્ષિણ અને પૂર્વીય હવાઓ આગામી બે દિવસ સુધી રહી શકે છે. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વિભાગે જણાવ્યુ હતું કે, ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. દેશના પશ્ચિમી વિસ્તાર જેવા કે, ગુજરાત, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં અને મધ્ય ભારતમાં પણ આગામી 4-5 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આગામી 2 દિવસ આગાહી

આ વિભાગે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી બે દિવસ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાનુ અનુમાન છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ઓડિશા, આંધ્ર પ્રદેશના તટીય વિસ્તાર અને તેલંગણામાં આગામી 2-3 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે 205 જળાશયો પૈકી 37 જળાશયો 100 ટકા પાણીથી છલકાયાં છે. 57 જળાશયોમાં 70 ટકા પાણીની આવક થઈ છે. 31 જળાશયોમાં 50 ટકા, 38 જળાશયોમાં 25 ટકા અને 42 જળાશયોમા 25 ટકાથી ઓછા પાણીની આવક થઈ છે. તો રાજ્યના 126 તાલુકામાં સરેરાશ 2 ઈંચ વરસાદ જેટલો વરસાદ નોંધાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો. જળસપાટી 119.69 મીટર પર પહોંચી. પાણીની આવક માત્ર 5143 ક્યુસેક છે. હજુ પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો 1173 મિલિયન ક્યુબીક મીટર છે. રાજકોટનો ન્યારી 1 ડેમ ઓવરફ્લો થયો. જેના કારણે આજી 1 ડેમ 26 ફૂટ પહોચ્યો છે. જેથી રાજકોટમાં આગામી વરસે પીવાના પાણી માટે તંગી નહી સર્જાય. ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફલો થયો. ઓવરફ્લો થતા ડેમના આઠ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા.ભાદર 2 ડેમમાં પાણીની કુલ આવક 40600 ક્યુસેક છે. તો પાણીની જાવક 33286 ક્યુસેક છે.

READ ALSO

Related posts

ફરવા જવું છે પણ કંઈ હોટલમાં રોકાઈશું તેની ચિંતા સતાવી રહી છે? તો હવે IRCTC કરશે તમને મદદ

Ankita Trada

કોરોનાથી સંક્રમિત થઈ આ ટીવી અભિનેત્રી, શરૂઆતના લક્ષણો વિશે કરી ચર્ચા

Mansi Patel

TATAના આ પૂર્વ કર્મચારીએ લોન્ચ કર્યો UC બ્રાઉઝરનું ભારતીય વિકલ્પ, ડેટા લીક થવાની ફરિયાદ નહીં રહે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!