GSTV
India News Trending

ઓ બાપ રે ઠંડીમાં વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પડવાની કરી આગાહી

વરસાદ

હવે શિયાળો, ઉનાળો અને ચોમાસુ જેવું રહ્યું નથી. તેમાં ય ઓચિંતો ગમે ત્યારે વરસાદ ખાબકતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી થોડાં દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આવનારા દિવસો માટે ઘણાં રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જાહેર કરતા કહ્યું કે, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. છત્તીસગઠમાં ઓરેંગ એલર્ટ જાહેર કરાયું છે.

દિવસભર વાદળછાયું વાતાવરણ

રાયપુર સહિતના જુદાં-જુદાં વિસ્તારોમાં વરસાદ પડ્યો અને દિવસભર વરસાદી માહોલ બની રહ્યો. તેમજ ઝારખંડમાં પણ મૌસમને મિજાજ બદલ્યો હતો. ચેનપુર, સતબરનવા લેસ્લીગંજ, પાટનમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.

બિહારમાં 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગે અહીં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. બિહારમાં પણ આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ વરસાદ અને બરફવર્ષા થવાના અણસાર જોવા મળી રહ્યાં છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV