શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ગુજરાત સહિત દેશભરમાં નવેમ્બર મહિનો નોર્મલ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં હજુ ઠંડીનો અનુભવ જોઈએ તેવો રહ્યો નથી. વહેલી સવારે થોડો ઠંડીનો અહેસાસ થવા સિવાય દિવસભર સામાન્ય રહ્યું છે. ગામડાઓમાં થોડો શિયાળાનો અનુભવ થયો છે. પરંતુ હવે આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડશે એવી હવામાન વિભાગની આગાહી છે.

લઘુતમ તાપમાન ૩ ડિગ્રી સુધી ઘટ્યું
ગુજરાતમાં આગામી બે દિવસ બાદ સરેરાશ લઘુતમ તાપમાન ૩ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગત રાત્રિએ નલિયામાં ૧૦.૪ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં ૧૫.૨ જ્યારે અમદાવાદમાં ૧૭.૨ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.
અમદાવાદમાં ૧૬ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહેશે
આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૬ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહેશે. રાજ્યમાં અન્યત્ર ડીસામાં ૧૫.૧, રાજકોટમાં ૧૭.૩, ભાવનગરમાં ૧૭.૪, વડોદરામાં ૧૭.૬, અમરેલીમાં ૧૮.૨, સુરતમાં ૨૦.૫ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર