ભારતીય હવામાન વિભાગે દેશના જુદાં-જુદાં રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું પૂર્વાનુંમાન કરી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે ટ્વીટ કરી ક્યાં રાજ્યોમાં વરસાદ પડશે તેની આગાહી કરી છે. સોમવાર સવારે 8.30 કલાકના આધાર પર આગામી પાંચ દિવસ દેશના જુદાં-જુદાં ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગે જુદાં-જુદાં રાજ્યોની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપી જેમાં ગુજરાતમાં બે દિવસની ચેતવણી આપવામાં આવી છે. વિભાગે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી રાજ્યોની મૌસમની સ્થિતિ અંગે જાણકારી આપી.
આગાહી મુજબ આજે એટલે કે 24 ઓગસ્ટના રોજ ગુજરાતમાં રેડ એલર્ટની ચેતવણી આપી છે જ્યારે આવતીકાલે 25 ઓગસ્ટ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેક કરવામાં આવ્યું છે. અન્ય રાજ્યોની સ્થિતિ જોઈએ તો આજે ઓડિશા અને રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ, 25 ઓગસ્ટના રોજ ઓડિશામાં રેડ એલર્ટ છે.

જ્યારે ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ઓરેન્જ એલર્ટ, 26 ઓગસ્ટ ઓડિસા રેડ એલર્ટ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ઓરેન્જ એલર્ટ, 27 ઓગસ્ટ ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અને 28 ઓગસ્ટના રોજ મધ્યપ્રદે અને ઉત્તરપ્રદેશના કેટલાંક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત