GSTV

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Last Updated on July 27, 2021 by Pritesh Mehta

અવકાશમાંથી પૃથ્વી પર ઉલ્કાપિંડ જેવા નાના અવકાશી પદાર્થ પડતા હોય છે. પૃથ્વી પર કોઇ ઉલ્કાપિંડ પડવાથી જ ડાયનાસોર પ્રજાતિનો નાશ થયો હતો એ થિએરી ખૂબ જાણીતી છે પરંતુ બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આના દ્વારા પૃથ્વીની ઉત્પતિ કેવી રીતે થઇ તે જાણી શકાશે. ઉલ્કાપિંડનું વજન ૩૦૦ ગ્રામ આસપાસ છે અને તે ૪.૬ અબજ વર્ષ જુનો હોવાનું માનવામાં આવે છે.

ઉલ્કાપિંડ

પૃથ્વી કરતાં પણ જુના અવકાશી પદાર્થનો દાવો ઇસ્ટ એન્ગ્લિયન એસ્ટ્રોફિજિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. આ ઉલ્કાપિંડને લઇને વૈજ્ઞાનિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે. પૃથ્વીના વાયુમંડળમાં દાખલ થવાની સાથે જ આસમાની ચટ્ટાન એસ્ટ્રોઇડ તૂટીને બળી જાય છે જે કયારેક ઉલ્કાપિંડ સ્વરુપે દેખાય છે. જો ઉલ્કાપિંડ ખૂબ વિશાળ હોય તો પૃથ્વીને નુકસાન કરી શકે છે પરંતુ નાનો ટુકડો નુકસાન કરતો નથી. સામાન્ય રીતે તો અવકાશી પદાર્થ ઉલ્કાપિંડ સ્વરુપે દરિયામાં જ પડે છે કારણે કે પૃથ્વીનો ૭૫ ટકા ભાગ પાણીથી ઘેરાયેલો છે.

જો કોઇ સ્પેસ ઑબ્જેકેટ પૃથ્વીની ૪૬.૫ લાખ માઇલ નજીક આવવાની શકયતા હોય ત્યારે સ્પેસ ઓર્ગેનાઇઝેશન તેને ખતરનાક ગણે છે. લોફબોરો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે અંતરિક્ષમાંથી પૃથ્વી પર ઉતરી આવેલો અવકાશી પિંડ પૃથ્વી પર જીવન કેવી રીતે વિકસ્યું તેની ગવાહી આપી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉલ્કાપિંડનો મોટો ભાગ ઓલિવિન અને ફાઇલોસિલિકેટસ જેવા ખનીજોથી બનેલો છે. આ પથ્થરનું બંધારણ પૃથ્વીના કોઇ પણ પદાર્થ કરતા જુદું પડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!