GSTV

આજે પૃથ્વીની નજીકથી પસાર થશે મોટી ઉલ્કા, નાસાને સતાવી રહી છે આ મોટી ચિંતા

છેલ્લા ઘણા વર્ષોમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે, કે જ્યારે પૃથ્વીની નજીક કોઈ 14-32 ફૂટ જેવી મોટી ઉલ્કા આવી રહી છે. આ એસ્ટરોઇડ મોટી બસના આકારનું છે. તેથી ખગોળશાસ્ત્રીઓ ડરી ગયા છે. ગણતરી મુજબ, આજે એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ, આગામી થોડા કલાકોમાં પૃથ્વી પાસેથી પસાર થશે. જ્યારે તે પૃથ્વી પરથી પસાર થશે ત્યારે તેની ગતિ પ્રતિ કલાક 27,900 કિલોમીટર એટલે કે 7.75 કિલોમીટર પ્રતિ સેકંડ છે. હશે, આજે સાંજે 4.48 વાગ્યે પૃથ્વીની નજીકથી પસાર થશે. પૃથ્વીની નજીક આવશે ત્યારે એસ્ટરોઇડ 2020 SW ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝિલેન્ડની ઉપર હશે.

આ એસ્ટરોઇડનું નામ 2020 SW છે. તે પૃથ્વીની એટલી નજીક આવી રહ્યો છે કે આપણો ચંદ્ર પણ એટલો નજીક નથી. ચંદ્રની પૃથ્વીથી આશરે 3.84 લાખ કિલોમીટરનું અંતર છે. જ્યારે આ એસ્ટરોઇડ પૃથ્વીથી માત્ર 28,254 કિ.મી.ના અંતરથી નીકળશે. આનો અર્થ એ છે કે આ એસ્ટરોઇડ ટેલીવિઝન, હવામાન અને માણસો દ્વારા છોડેલા સંચાર ઉપગ્રહોની કક્ષા નજીક હશે.ઉપગ્રહોની ભ્રમણકક્ષાની ઉંચાઇ સામાન્ય રીતે 35,888 ફુટ હોય છે. આ એસ્ટરોઇડને જોવા માટે, ઓછામાં ઓછા 6 થી 8 ઇંચ વ્યાસવાળા ટેલિસ્કોપ આવશ્યક છે. તમે તેને નરી આંખોથી જોઈ શકતા નથી. વિજ્ઞાનીઓને ડર છે કે જો તે આડી ફંટાઈને પૃથ્વી પર ટકરાઈ તો મોટી ખાનાખરાબી સર્જી શકે છે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!