GSTV
Home » News » આકાશી આફતની વચ્ચે હવામાન વિભાગ તરફથી આવ્યા રાહતના સમાચાર

આકાશી આફતની વચ્ચે હવામાન વિભાગ તરફથી આવ્યા રાહતના સમાચાર

હવામાન વિભાગ તરફથી ગુજરાત માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય દિવસથી અવિરત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે આવતીકાલ રાતથી વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર રાજસ્થાનમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી જેના કારણે ધોધમાર વરસાદ પડ્યો હતો તે સિસ્ટમ હવે નબળી પડી છે. જેના પગલે આગામી દિવસોમાં વરસાદી આક્રમણ આવતીકાલ રાત્રિથી  નબળું પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી સાંબેલાધાર વરસાદના પગલે ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તાર સૌથી વધુ અસર પામ્યો છે. બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જેમાં આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં 17 લોકોના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

હાલમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં રાહતકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ગઈ કાલે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ 500 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. જ્યારે મૃતકોના પરિવારને 2 લાખની તેમ જ ઇજાગ્રસ્તને 50 હજારની વધારાની કેન્દ્ર સહાય જાહેર કરી છે.

આ મામલે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતના પુરગ્રસ્ત વિસ્તાર માટે વધુ 200 કરોડની માંગ કરી હતી.

READ ALSO : 

VIDEO: ભારે વરસાદના પગલે બનાસકાંઠા થયું બેહાલ, ભારે વરસાદે સર્જી તારાજી!

VIDEO: માઉન્ટ આબુમાં બારે મેઘ ખાંગા, 48 કલાકમાં રેકોર્ડતોડ 60 ઇંચથી વધુ વરસાદ

VIDEO : આકાશી આફતની વચ્ચે આ દ્રશ્યો જોઈને દરેક ગુજરાતી કરશે આ લોકોને સલામ

Related posts

RBIનો નવો નિયમ, હવે બેન્ક રોજે તમારા ખાતામાં 100 રૂપિયા જમા કરાવશે

Kaushik Bavishi

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

Nilesh Jethva

રવિવારના દિવસે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધી આરટીઓ ઓફિસે જતા પહેલા વિચારજો, થઈ શકે છે ધરમનો ધક્કો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!