GSTV
Home » News » આગામી 3 દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, જુઓ સંપૂર્ણ યાદી

આગામી 3 દિવસ ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, જુઓ સંપૂર્ણ યાદી

ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે આજે રાજ્યમાં આજે વરસાદ પડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગે હજુ રાજ્યમાં આગામી 30, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ભારે વરસાદના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ અલર્ટ કરી દેવાયું છે અને નાગરિકોને પણ સતર્ક રહેવા જણાવાયું છે.

હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠા ધરાવતા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને સ્થાનિકોને સચેત રહેવાની સૂચના આપી છે.

હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, સુરત, તાપી અને દમણ-દાદરાનગર હવેલી, ડાંગ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ, અમેરલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, દેવભૂમી દ્વારકા, ગીર-સોમનાથ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

1લી સપ્ટેમ્બરે કચ્છના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

આ ઉપરાંત તંત્રએ ગુજરાતના દરિયાકિનાર વિસ્તારોને અલર્ટ રહેવાનું સૂચવ્યું છે તેમ જ માછીમારોને આગામી 48 કલાક માટે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે.

રાજ્યમાં ભારે વરસાદને લઈને વેધર વોચ કમીટીની બેઠક મળી હતી. સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમમાં તમામ વિભાગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગો સાથે સંકલન રાખવાની સૂચના આપી છે. રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવાની સૂચના અપાઈ છે. દરિયા કિનારાના જીલ્લાઓમાં આગામી 2 દિવસ ભારે વરસાદ રહેશે. જેથી સ્થાનિક તંત્રને એલર્ટ કરાયું છે.

વધુ એક ડિપ્રેશન સીસ્ટમ આવી રહી છે જેને લીધે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરિયો તોફાની રહેશે. જેથી સાગરખેડુઓએ દરિયો ન ખેડવો. સ્થિતિને જોતા NDRF ની 6 ટીમો કાર્યરત છે.

વલસાડ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત વડોદરામાં ટીમો કાર્યરત છે. 3 ટીમ વડોદરામાં અને એક ટીમ ગાંધીનગરમાં બાયસ્ટેન્ડ રખાઈ છે. NDRF ટીમ દ્વારા સોમવારે રાત્રે વલસાડમા પાંચ લોકોના જીવ બચાવાયા હતા.

Read Also : 

PHOTOS : મુંબઇમાં વરસાદે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, હજુ 48 કલાક માયાનગરી માટે ભારે

અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળો પર વરસાદ, વાપીમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ

Related posts

આશ્ચર્ય : ગુજરાતમાં જે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર ન થઈ તે ત્રણે એક સમયે કોંગ્રેસે જીતી હતી

Mayur

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!