GSTV

WhatsApp માટે Facebook લાવ્યુ આ શોટકર્ટ, જાણો તમને શું થશે ફાયદો !

Facebook એ આખરે પોતાના WhatsApp યૂઝર્સ માટે Messenger Room સપોર્ટ જાહેર કરી દીધો છે. કંપનીનું આ પગલુ પોતાના બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક બીજાથી ઈંટીગ્કેટ કરવાના નિર્ણયની દિશમાં પગલું છે. જોકે, હાલમાં આ સર્વિસ WhatsApp Web માટે જાહેર થયુ છે. બની શકે છે કે, આગામી દિવસોમાં આ મોબાઈલ એપ માટે પણ ઉપલબ્ધ થઈ જશે. તેની મદદથી યૂઝર સીધા ફેસબુક મેસેન્જર પર ચેટ કરી શકશો.

ચેટ અને ફોટો શેર કરી શકશે

Facebookએ છેલ્લા દિવસોમાં જ આ વાતનો ઈશારો કર્યો હતો કે, આગામી દિવસોમાં WhatsApp, Facebook અને Instagram પર એકબીજાથી લિંક કરતા ચેટ અને ફોટો શેર કરી શકશે. કંપની આ દરમિયાન WhatsApp Messenger Room નો ઉલ્લેખ કર્યો છે. હવે આ ફીચર WhatsApp વેબમાં નજર આવવા લાગ્યુ છે. જાણો કેવી રીતે તેનો વપરાશ કરીએ…

આ રીતે કરો યૂઝ

  • તેને યૂઝ કરવા માટે તમારે સૌપ્રથ પોતાનુ WhatsApp Web વર્ઝન 2.2031.4 પર અપડેટ કરવુ પડશે.
  • તેમાં બે પ્રકારે મેસેન્જર રૂમ બનાવી શકાય છે.
  • પ્રથમ રીત સૌથી ઉપર સીધા હાથ પર ત્રણ ડોટ્સ પર ક્લિક કરતા અને બીજા કોઈ ચેટમાં જઈને
  • પ્રથમ રીતથી ચેટ રુમ બનાવવા માટે વોટ્સએપ વેબમાં સૌથી ઉપર ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને ત્યાં આપવામાં આવેલ Create A Room વાળા વિકલ્પને પસંદ કરો.
  • ત્યારબાદ એક પોપઅપ આવશે જેમાં Continue with Messenger લખેલુ આવશે જના પર ક્લિક કરતા જ નવુ પેડ ખુલશે જેના પર Continue with Facebook account વાળુ ઓપ્શન મળશે,
  • અહીંયા તમને વિકલ્પ પણ મળે છે કે કોઈ બીજા એકાઉન્ટથી રૂમ ક્રિએટ કરી શકશો.
  • તમે ઈચ્છો તો કોઈ ચેટમાં જઈને અટેચમેન્ટવાળા વિકલ્પ પર ક્લિક કરતા મેસેન્જર રૂમ બનાવી શકો છો.

આ છે ફીચર્સ

  • તેની મદદથી એકસાથે 50 લોકોને કોલ કરી શકાય છે.
  • રૂમના હોસ્ટની પાસે તેને લોક કરવાનો અધિકાર પણ હશે, જેમ કે કોઈ હાઉસ પાર્ટી.
  • હોસ્ટ ઈચ્છે તો સિલેક્ટેડ યૂઝર્સ અથવા રૂમના લોકો સુધી જ સીમીત રાખી શકે છે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!