GSTV
Gujarat Government Advertisement

ફેક્ટ ચેક / શું WhatsApp પર તમને પણ મળી રહ્યો છે ટાટા સફારી જીતવાની તકનો મેસેજ? જાણો તેની સચ્ચાઈ

Last Updated on June 10, 2021 by Zainul Ansari

WhatsApp પર હાલ એક મેસેજ ફોરવર્ડ થઇ રહ્યો છે, જેમાં ટાટા સફારી એસયૂવી કાર જીતવાની તક આપવામાં આવી રહી છે. આ એક સેલિબ્રેશન ઓફર છે, જેના હેઠળ Tata Motors બ્રાન્ડની 3 કરોડ કારના વેચાણ પર કંપની ગ્રાહકોને ટાટા સફારી કાર જીતવાની તક આપી રહી છે. આ મેસેજ સાથે કંપની તરફથી એક શુભેચ્છા સંદેશ પણ મોકલવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ વાયરલ મેસેજની સચ્ચાઈ…

વોટ્સએપ

ચીની હેકર્સ ચલાવી રહ્યા છે વેબસાઇટ

ઇન્ડિયન સાયબર સિક્યોરિટી રિસર્ચર મુજબ મફત ટાટા સફારી કાર ઓફર એ હકીકતમાં એક ઓનલાઇન ફ્રોડ છે, આ વેબસાઇટને ચાઇના બેઝ્ડ હેકર ચલાવી રહ્યા છે. આ પ્રકારના સેલિબ્રેશન ઓફરમાં ભાગ લેવા માટે યુઝર્સને આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે. પરંતુ આમ કરવું જોખમી સાબિત થઇ શકે છે, કારણ કે આ પ્રકારનો મેસેજ તમારો ડેટા ચોરી કરી શકે છે. તેમા તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી, સિસ્ટમ ઇન્ફોર્મેશન સાથે યુઝરના cookie ડેટાની ચોરી કરી શકાય છે. આ કેમ્પેઇન ઓફરને ટાટ મોટર્સની ઓફિશિયલ વેબસાઇટની જગ્યાએ થર્ડ પાર્ટી તરફથી હોસ્ટ કરવામાં આવી રહ્યો છે, જે તેને વધુ શંકાસ્પદ બનાવે છે.

ડિવાઇસને નુકશાન પહોચાડી શકે છે

જો કોઈ યુઝર આ પ્રકારની લિંકને તેના સ્માર્ટફોનમાં ઓપન કરે છે, તો તે તમારા ડિવાઇસને પણ નુકશાન પહોંચાડી શકે છે. આ પ્રકારની લિંકમાં ટાટા મોટર્સની ફેક વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!